________________
૨૫૬
પછી તેનું નામ મુકાયું હેત; કારણ કે, એ નદી પાંડયના (તેમ જ સમસ્ત ભારતવર્ષના) અંતભાગમાં વહી રહેતી હતી. તે જ પ્રમાણે પિતાના તેરમા મુખ્ય શિલાલેખમાં અશોકે પાંય લોકાથી નાદા પડતા “તામ્રપણીના લોકોને ઉલ્લેખ કરેલ છે તેને પણ કાંઈ અર્થ નથી; કારણ કે, પાંડયા લોકેમાં તામ્રપર્ણના લેકેનો સમાવેશ થઈ જ જતો હતો. આથી કરીને જૂની માન્યતા ખરી ઠરે છે; એટલે કે, સિંહલદ્વીપને ઉદેશીને જ “તામ્રપણ શબ્દ વપરાએલો છે.
૨. “સામંત”ને અર્થ ખુલર સાહેબે ખંડિયા રાજા કર્યો છે. ગિરનારની નકલ સિવાયની બીજી બધી નકલમાં આ જ પાઠ છે. ગિરનારની નકલમાં “રામ” પાઠ છે. આથી એમ જણાય છે કે, અહીં “સામંતને અર્થ “પાડેસના અથવા અંતવાસી” લેવો જોઇએ. ચાઈલ્ડર્સના
પાલિભાષાને શબ્દકોશ”માં એ શબ્દને એ જ અર્થ આપવામાં આવેલો છે.
૩. સેના સાહેબે “વિછિત ને અર્થ “રેગના ઉપાયો' કર્યો છે, અને ખુલર સાહેબે તેને અર્થ દવાખાનું કર્યો છે. પણ દવાદારૂના અર્થમાં ચિકિત્સા” શબ્દ અહીં વાપર, એ વધારે સારું છે. આ ફકરાને અર્થ બરાબર સમજવો હોય તે જુઓ પૃ. ૧૯૭-૧૬૯.
[ ૩ ]
ભાષાંતર દેને લાડકે પ્રિયદર્શી રાજા આમ કહે છે-મારે રાજ્યાભિષેક થયો ત્યારથી બાર વર્ષે આ ફરમાન (મે) કરેલું છે મારા મુલકામાં સર્વત્ર યુક્તોએ અને રજજુકેએ તથા પ્રાદેશિકેએક બીજા કામને માટે તેમ જ આ કામને માટે (ધર્મના ઉપદેશને માટે) દર પાંચ વર્ષે ફેરણુએ નીકળી પડવું. (કેવા પ્રકારને ધર્મોપદેશ) “માતાનું અને પિતાનું કહ્યું માનવું, એ સારું છે; મિત્રની અને ઓળખીતા લોકેાની તથા સગાંસંબંધીની તેમ જ બ્રાહ્મણોની અને શ્રમણની" પ્રત્યે ઉદારતા રાખવી, એ સારું છે; પ્રાણુઓનો વધ કરતા અટકવું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com