________________
૨૫૩ આ અર્થ થઇ શકે છે. આ સ્થળે “પંજ' એટલે માત્ર “ધાર્મિકતા' જ નથી. “ધાર્મિકતાને પોષનાર ઉપાય અને દાનકર્મો ” : એ પણ તેને અર્થ લેવાને છે. જુએ છે. ૨૪૩.
૩. કેટલાક વિદ્વાનોએ “દ”ને અર્થ “અહીં એટલે આ પૃથ્વીમાં” એમ કર્યો છે, અને બીજા કેટલાક વિદ્વાનેએ અહીં એટલે પાટલિપુત્રમાં” એ તેને અર્થ કર્યો છે. પરંતુ “રાજમહેલમાં અને રાજકુટુંબમાં” એવો તેનો અર્થ કરવો, એ ઠીક થઈ પડશે; કારણ કે, આ શિલાલેખમાં જણાવેલી બીજી બધી બાબતે અશકને પિતાને લગતી કે તેના રાજદરબારને લગતી છે. એને અર્થ એ થયો કે, પ્રાણીઓને ભેગ આપવાની બંધી પિતાના સામ્રાજયમાં સર્વત્ર તેણે કરી નહિ હોય, પણ માત્ર તેના પિતાના રાજદરબારમાં તે ભોગ આપવાની બંધી તેણે કરી હશે.
૪. “સમાન” ને ખરેખર અર્થ જ. બી. ઍ. ર. એ. સે, ર૧, ૩૯૫ માં પ્રથમ પ્રસિદ્ધ થયો ત્યાં સુધી વિદ્વાનોના જાણવામાં આવ્યો ન હતે. . , ૧૯૧૩, ૨૫૫ માં શ્રીયુત દે. રા. ભાંડારકરે એ જ બાબતની વિગતવાર નોંધ આપેલી છે. જ. રૈ. એ. સ., ૧૯૧૪, પૃ. ૩૯૨–૩૯૪ માં અને ૭૫૨ માં એફ. ડબલ્યુ. થોમસ સાહેબે 'સમના ખરા રૂપને લગતા આપણા જ્ઞાનમાં સંગીન ઊમેરે કર્યો છે. વળી, જુઓ ઇ. એ., ૧૯૧૮, પૃ. ૨૨૧-૨૨૩ માને શ્રીયુત એન. જી. મજમુદારને લેખ. સેના સાહેબે એ શબ્દને અર્થ “આનંદી મંડળી” કર્યો હતે.(ઈ. એ, ૯, ૨૮૬). પિશેલ સાહેબે તેને અર્થ “શિકાર કર્યો હતો. મ્યુલર સાહેબે તેને અર્થ “ભજનમંડળી” કર્યો હતે. (એ. ઈ., ૨, ૪૬૬). તે પૈકીનો કોઈ પણ વિદ્વાન પોતાના અર્થના સમર્થનમાં સાહિત્યમાંથી આધાર આપી શક્યો ન હતો. વળી, જીવહિંસાને લગતા પિતાના શિલાલેખમાં અશે કે શા કારણે અમુક સમાજને વખાણ્યા અને અમુક સમાજને વખેડયા, એનો ખુલાસે પણ કઈ વિદ્વાન આપી શક્યો ન હતો. આ ગ્રંથનાં પૃ. ૧૯-૨૦માં અને ૫. ૧૨૪-૧૨૬માં આ બાબતને સ્પષ્ટ ખુલાસે આપવામાં આવેલ છે.
૫. સવાલ એ થાય છે કે, આ શિલાલેખ કેતા તેના પહેલાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com