________________
૨૫૦
મહાવિગ્રહના કારણે તે પ્રસિદ્ધ થઈ શકી ન હતી. હવે એ ગ્રંથ લગભગ પૂરું થવા આવ્યો છે, અને થોડા વખતમાં અભ્યાસીઓના હાથમાં તે આવે તેમ છે. અશોકના લેખેને લગતી અને તેમના અર્થને લગતી જે ચર્ચાસ્પદ બાબત છે તેમને નિર્ણય આ ગ્રંથથી થશે, એવી આશા રહે છે.
(૫) વડોદરા રાજ્યના દેશી કેળવણી ખાતાની ભાષાંતર શાખા “શ્રી સયાજી સાહિત્યમાળા” તૈયાર કરાવી પ્રસિદ્ધ કરાવે છે તેના ઇતિહાસ–ગુચ્છના એકસે એકમા પુષ્પ તરીકે “ અશકના શિલાલેખો” નામક મારો ગ્રંથ બહાર પડેલો છે તેમાં અશોકની ધર્મલિપિઓનાં મૂળ લખાણ અને મારી પોતાની બુદ્ધિના અનુસાર કરેલું તેમનું ભાષાંતર મેં આપેલાં છે. અશકની ધર્મલિપિઓના અભ્યાસીને એ ગ્રંથ પણ જવાની નમ્ર ભલામણ છે.
(૬) દે. ર. ભાંડારકર કૃત “અશક” (કલકત્તા, ઈ. સ. ૧૯૨૫) પણ આ બાબતમાં ઉપયોગી થઈ પડે છે. એ જ ગ્રંથના આધારે આ પુસ્તક લખાએલું હોવાથી અભ્યાસીને તેમના અભિપ્રાયો આમાંથી જાણવા મળે છે.
વળી, અશોકની ધર્મલિપિઓના અમુક અમુક શબ્દોની કે ફકરાઓની બાબતમાં ટીકા કરનારી અથવા તો તેમને લગતા ખાસ પ્રશ્નોની ચર્ચા કરનારા જૂદા જૂદા તો જુદાજુદા વિદ્વાનોએ વખતેવખત પ્રસિદ્ધ કરેલી છે. એવા લેખે એટલા બધા છે કે, તેમની નેધ અહીં લઈ શકાય તેમ નથી, પરંતુ પ્રસંગ આવશે ત્યારે આ ગ્રંથમાં તેમનો ઉલ્લેખ સ્થળપરત્વે કરવામાં આવશે. તદુપરાંત “ડે–જર્મન ફેશુગન, ઇ. સ. ૧૯૦૮, ૧૯૧૦, ૧૯૧૧ માં અને “અમેરિકન જર્નલ ઓફ ફાઈલોલ, ઈ. સ. ૧૯૦૯, ૧૯૧૦”માં તેમ જ “જર્નલ ઓફ ધી અમેરિકન રિપેન્ટલ સોસાયટી, ઇ. સ. ૧૯૧૧ માં શ્રીયુત ટી. માઈકેસને લખેલા કેટલાક લેખો પણ પ્રસિદ્ધ થએલા છે. પરંતુ તેમાં અશોકની ધર્મલિપિઓના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com