________________
૨૪૬
પર્યત પ્રસિદ્ધ થએલા બધા ગ્રંથનું વિગતવાર સૂચિપત્ર આપવામાં આવેલું છે. અશોકની ધર્મલિપિઓ એક પ્રકારનું સ્વતંત્ર સાહિત્ય જ છે. માત્ર ગણ્યાગાંધ્યા વિદ્વાનોએ જ તેની બધી ધર્મલિપિઓને સટીક સંગ્રહ પ્રસિદ્ધ કરેલ છે. અશોકની ધર્મલિપિઓના અભ્યાસીને નીચેનાં પુસ્તકે ઉપયોગી થઈ પડે તેમ છે –
(૧) એમિલી સેનાત કૃત “લે ઈસ્ક્રિશ્મિ દ પિયદસી” (પારિસ : બે ભાગમાં). મૂળ લેખે વાંચવામાં ભૂલ થઈ છે તેથી, અને પાછળથી નવા લેખો જડી આવ્યા છે તથા નવી શોધખોળ થઈ છે તેથી આ ગ્રંથમાં પણ ખામીઓ રહી જવા પામી છે તે પણ, ગમે તેવો અભ્યાસી આવા મહત્વના પુસ્તકને ઉવેખી શકે તેમ નથી.
(૨) જ્યોર્જ ખૂહલર કૃત “બાઈટ્રોગે ઝૂર એકરૂં ડેર અશોક-ઈન્ડ્રિાફટન” (લીઝિંગ, ઈ. સ. ૧૯૦૯); સા. ડૉ. એ. ગે, ઇ. સ. ૧૮૯૩-૧૮૯૪ માંથી પુનર્મુદ્રિત. એમાં સુધારેલા અનેક પાઠ તથા સુધારેલું ભાષાંતર અને ઉપયોગી ટીકા છે. આ પુસ્તકને ઉપયોગ અનિવાર્ય થઈ પડે છે. એ. ઈ., પુ. ૧, પૃ. ૧૬-૨૦ માં અને પુ. ૨, પૃ. ૨૪૫–૭૪ માં તથા પૂ. ૪૭-૪૭૨ માં તેમ જ આ. સ. સ. ઈ, પુ. ૧, પૃ. ૧૧૪–૧૨૫ માં એ પુસ્તકના ડાક ભાગનું અંગ્રેજી ભાષાંતર પ્રસિદ્ધ થએલું છે.
(૩) સર વિન્સેન્ટ સ્મિથ કૃત “અશોક, ધી બુદ્ધિસ્ટ એમ્પરર ઓફ ઈન્ડિયા” (ત્રીજી આવૃત્તિ, ઇ. સ. ૧૯૨૦), પ્રકરણ ૪ અને ૫. આ પુસ્તકમાં માત્ર ભાષાંતર અને ટીકાઓ આપેલાં છે. મૂળ લેખે તેમાં દાખલ કરેલા નથી. અશોકની ધર્મલિપિઓને લગતા પ્રશ્નોને સંગ્રહ આ ગ્રંથમાં બહુ સંભાળ રાખીને કરેલું છે; અને તેથી આ લઘુ ગ્રંથ અભ્યાસીને ઉપયોગી નીવડે તેવો છે.
(૪) ઈ. હુશ સાહેબે અશોકની ધર્મલિપિઓની નવી સુધારેલી આવૃત્તિ ઇ. સ. ૧૯૧૨ માં તૈયાર કરવા માંડી હતી; પણ છેલ્લા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com