________________
૨૪૮
ઉતાવળો થઈ ગયો હતો કે, કોઈ પણ જાતનો પૂર્વાપર સંબંધ જાળવ્યા વગર પોતાના જુદાજુદા લેખેને તેણે એકઠા કરી મુક્યા. તેમ છતાં પણ જે વિચારે છે અને લાગણીઓએ તથા હેતુઓએ અશોકના આત્માને હલમલાવે અને સચેતન કરેલ તથા દોરેલે તેમ જ મનુષ્યજાતિનું ઐહિક તથા પારલૌકિક હિતસુખ સાધવાને આટલે બધે પ્રેરેલો તે વિચારો અને લાગણીઓને તથા હેતુઓને ચિરસ્થાયી રૂપમાં જાળવી રાખીને ભાવિ પ્રજાને તેને વારસો આપી જવાને વિચાર અશોકને સૂઝી આવ્યો અને તે વિચારનો અમલ તુરત જ તેણે કર્યો તેટલા માટે આપણે બૌહરાજવી અશોકના અતિશય આભારી છીએ.
(૨) ભાષાંતર, ટીકા, વગેરે
પ્રાસ્તાવિક નોંધ.
ઇસ્વી સનની ઓગણીસમી સદીના મધ્યભાગથી માંડીને અત્યાર સુધીમાં અનેક વિદ્વાનોએ અશોકની ધર્મલિપિઓનો અભ્યાસ કરેલ છે. હિંદુસ્તાનના શિલાલેખ વગેરેના અભ્યાસની શરૂઆત કરનાર પ્રિન્સેપ સાહેબે અને વિલ્સન તેમ જ બુનક સાહેબે જે લખાણ કરેલાં તે લખાણને સંગ્રહ “કોર્પસ ઇસ્ક્રિપશનમ ઇંડિકેરમ, પુસ્તક પહેલું” નામક લઘુ ગ્રંથમાં સર એલેકઝાંડર કનિંગહામ સાહેબે ઈ. સ. ૧૮૭૭ માં આપેલી છે. પણ મૂળ લેખ વાંચવામાં ભૂલ થવાથી તેમનાં ઉક્ત લખાણ આજે તો લગભગ નકામાં જ થઈ પડયાં છે. ઉક્ત પુસ્તક બહાર પડયું ત્યારપછી કેટલાક નવા લેખો જડી આવ્યા છે, અને પ્રથમ જડેલા ઘણું લેખ જુદી રીતે વંચાયા છે અને તેમને જુદે અર્થ કરવામાં આવેલ છે. શ્રીયુત આર. આટો કે કૃત “પાલિ અંડ સંસ્કૃત” (સબર્ગ) ઈ. સ. ૧૯૦૨માં પ્રસિદ્ધ થયો છે તેના પાન ૧ થી ૫ સુધીમાં ઈ. સ. ૧૯૦૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com