________________
ર૪૫
ઉલ્લેખેલા જૂદા જૂદા બનાવો જે સાલમાં બનેલા તે સાલ એ બધા લેખોમાં આપેલી છે; પણ એ જ સાલમાં એ લેખો કાતરાએલા, એવો તેનો અર્થ થતું નથી. એમાંની છેલ્લામાં છેલ્લી સાલ અશોકના રાજકાળનું તેરમું વર્ષ છે. સેના સાહેબે કહ્યું છે કે, અશોકના રાજકાળના તેરમા વર્ષમાં તેના ચૌદ મુખ્ય શિલાલેખો કોતરવામાં આવ્યા હતા. આપણા દેશના તેમ જ યુરોપના બીજા વિદ્વાનેએ સેના સાહેબનું એ કથન માન્ય રાખ્યું છે. પરંતુ આપણે એમનું એ કથન સ્વીકારી શકીએ તેમ નથી. આપણે તે માત્ર એટલો જ નિર્ણય કરી શકીએ છીએ કે, અશકના રાજકાળના તેરમા વર્ષની પહેલાં તેના ચૌદ મુખ્ય શિલાલેખે કોતરાયા નહિ હોય. આવું હોઈને આપણે સ્વતંત્ર રીતે આ બાબતનો વિચાર કરવાનું છે, અને જે સાલમાં અશોકના ચૌદ મુખ્ય શિલાલેખો કોતરાએલા તે સાલ આપણે નક્કી કરવાની છે. આ બાબતની ચક્કસ સાલ આપણે નક્કી કરી શકશું નહિ તો પણ નિદાન આશરો તે આપણે કાઢી શકશું. આ બાબતમાં જે દલીલ આપણે કરવાની છે તેમને ઈશારે પ્રથમ કરવામાં આવે છે.૧ બધા વિદ્વાને એટલું તો કબુલ કરે છે કે, ધર્મની વૃદ્ધિ કરવાના હેતુથી અશેકે પોતાના રાજકાળના સત્તાવીસમા વર્ષ સુધીમાં જે ઉપાય યોજેલા તે ઉપાયોનો સારાંશ પિતાના સાતમા મુખ્ય સ્તંભલેખમાં તેણે આપેલું છે. તેને ઉક્ત સાતમો સાતમા મુખ્ય સ્તંભલેખ તેના રાજકાળના સત્તાવીસમા વર્ષમાં કોતરાએલે, એ તે આપણે ઉપર કહી ગયા છીએ. પરંતુ હિંદુસ્તાનમાં તેમ જ હિંદુસ્તાનની બહાર પરોપકારનાં જે કામો તેણે કરેલાં- જે કામનો ઉલ્લેખ પિતાના બીજા મુખ્ય શિલાલેખમાં તેણે કરે છે– તે કામનો કે તેના તેરમા મુખ્ય શિલાલેખમાં કહ્યું છે તેમ તેના પિતાના સામ્રાજ્યમાં તેમ જ તેના પાસના ગ્રીસના કે હિંદુ રાજાઓનાં રાજ્યોમાં ધર્મોપદેશને લગતા તેના પરાક્રમને જે
૧ જુએ પૃ. ૪૬, ટીકા ૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com