SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજે સવાલ એ છે કે, જે સાલેમાં અશોકના જૂદા જૂદા લેખો કાતરાએલા તે સાલેના આધારે આપણે શું સમજી શકીએ છીએ ? અશોકના સાત મુખ્ય સ્તંભલેખેની સાલની બાબતમાં તો કાંઈ પણ શંકાને સ્થાન રહેતું નથી. પહેલા મુખ્ય સ્તંભલેખની શરૂઆત કરતાં એમ કહેવામાં આવ્યું છે કે, અશોકના રાજકાળના છવીસમા વર્ષમાં એ ધર્મલિપિ કેતરાવવામાં આવી હતી. છઠ્ઠા મુખ્ય સ્તંભલેખના છેવટના ભાગમાં પણ એમ કહેવામાં આવ્યું છે કે, તેના રાજકાળના છવીસમા વર્ષમાં તે કેતરાયો હતો. એ રીતે જોતાં, અશોકના રાજકાળના છવીસમા વર્ષમાં તેના પહેલા છ મુખ્ય સ્તંભલેખો કાતરાએલા, એમાં તે કાંઈ જ શક નથી. માત્ર દિલ્લી પ્રાર્થના થાંભલાની ઉપર કાતરાએલા તેના સાતમા મુખ્ય સ્તંભલેખની બાબતમાં આપણે એટલું તો જાણીએ છીએ કે, જે વર્ષમાં એ લેખ કાતરાએલો તે વર્ષ દર્શાવવાને એ લેખના અંતભાગમાં ૨૭ને આંકડે આપવામાં આવેલો છે. આથી કરીને એમ સ્પષ્ટ થાય છે કે, તેને સાતમાં મુખ્ય સ્તંભલેખ એક વર્ષ વીત્યે કોતરવામાં આવેલો, અને એ રીતે પાછળથી તેને ઉમેરવામાં આવેલે. એ લેખ પાછળથી ઊમેરવામાં આવેલો, એની ખાત્રી એ છે કે, (જે થાંભલાની ઉપર તે લેખ કોતરવામાં આવે છે તે થાંભલાનું વર્ણન કરતાં આપણે ઉપર કહી ગયા છીએ તેમ) એ લેખના અક્ષરો આગલે છે લેખોના અક્ષરોથી તદ્દન જૂદા પડી આવે છે. અશોકના સાત મુખ્ય સ્તંભલેખની સાલ એ રીતે બરાબર ચક્કસ છે; પણ કમનસીબે તેના ચૌદ મુખ્ય શિલાલેખોની તેમ જ તેના અન્ય લેખોની સાલ એવી રીતે ચેકસ નથી. તેના ચૌદ મુખ્ય શિલાલેખે પૈકીના ચોથા અને પાંચમા તેમ જ આઠમા અને તેરમા શિલાલેખમાં સાલ આપેલી છે, એ વાત તે ખરી; પણ એ બધી ધર્મલિપિઓ કે તેમાંની અમુક અમુક ધર્મલિપિઓ અમુક વર્ષમાં કોતરવામાં આવેલી, એવું કોઈ ઠેકાણે નોંધવામાં આવેલું નથી. એ જૂદી જૂદા લેખમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy