________________
એ ધર્મલિપિઓ જે શિલાઓના ઉપર કતરાએલી છે તે શિલાઓનું સ્વરૂપ કેવું છે ? અશોકે તેમનાં શાં નામ આપ્યાં છે ? પોતાના સાતમા મુખ્ય સ્તંભલેખના અંતભાગમાં તેણે “શિલા સ્તંભનો અને શિલાફલકે ઉલ્લેખ કરેલો છે. “શિલા સ્તંભો” તો દેખીતી રીતે પથ્થરના થાંભલા છે. એવા અનેક થાંભલાની ઉપર તેના લેખો કાતરાએલા છે, એ આપણે જાણીએ છીએ. શિલાફલક એટલે પથ્થરની લાટ છે. પરંતુ અશોકને વૈરાટનો બીજો (ભાબ્રાનો) લેખ બાદ કરતાં તેને બીજે કઈ પણ લેખ પથ્થરની લાટના ઉપર કોતરેલે ઘણું કરીને મળી આવ્યો નથી. સહાશ્રમ(સહસ્રામ)ના અને રૂપનાથના લેખના છેવટના ભાગમાં “શિલા સ્તંભ અને “પર્વત શબ્દ જોવામાં આવે છે. અશોકના પાંચ ગૌણ શિલાલે તેમ જ ચૌદ મુખ્ય શિલાલેખ જેમના ઉપર કોતરવામાં આવેલા છે તેમને ઉદ્દેશીને જ ઉક્ત પર્વત” શબ્દ વપરાએલો લાગે છે. ખરું જોતાં, ચૌદ મુખ્ય શિલાલેખો પૈકીનો ધવલીનો અને યાવગઢને શિલાલેખ પર્વત'ના ઉપર કાતરાએલો, એમ એ લેખ વાંચતાં જ જણાય છે. દરેક પ્રસંગે પર્વતનું નામ પણ લેખમાં આપવામાં આવ્યું હશે, પણ માત્ર યાવગઢના શિલાલેખમાં જ “ખપિંગલ' પર્વતનું નામ જળવાઈ રહેલું છે. આથી કરીને એમ સાબીત થાય છે કે, પર્વતની ઉપર અને પથ્થરના થાંભલાની ઉપર તેમ જ પથ્થરની લાટની ઉપર અશકે પિતાના લેખો કોતરાવ્યા હતા.
બીજો સવાલ એ છે કે, અશોક પિતાના લેખોને કયા નામથી ઓળખાવે છે? તેના ચૌદ મુખ્ય શિલાલેખેનો અને સાત મુખ્ય સ્તંભલેખેને અભ્યાસ જેમણે કરેલ છે તેઓ તે સારી પેઠે જાણે છે કે, અશેકે પિતાના લેખેને “પંજિરિ' તરીકે ઓળખાવેલા છે. ધજિ એટલે શું? આપણે પ્રથમ વાંચી ગયા છીએ કે,
૧. ક. આ. સ. રી, ૨, ૨૪૭૬ ક. ઠે. ઈ. ઈ. ૧, ૨૪; પ્રો.રી. આ. સ. ૩. ઈ૧૯૦૯-૧૯૧૦, પૃ. ૪૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com