________________
૪૧.
-અને ૫દીરાની ઉત્તર દિશાએ અધ ગાઉના અંતરે– લુબિની-ઉદ્યાનને (સમ્મિનિદેદનો) મઠ છે તેની બાજુમાં એ થાંભલે ઊભેલે છે.' તેના ઉપર કતરેલા કીર્તિલેખમાં કહ્યું છે કે, એ સ્થળે શાકયમુનિ ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. બસ્તિ જિલ્લાની ઉત્તરદિશાએ નેપાળની ખીણમાં નિગ્લીવ' નામક ગામ છે તેની બાજુમાં આવેલા નિગ્લીવ-સાગરના પશ્ચિમ-કાંઠાની પાસેથી પણ એવો જ બીજે કીર્તિલેખ જડી આવેલો છે. અત્યારે લુબિની-ઉદ્યાનના થાંભલાના વાયવ્ય ખૂણે આશરે સાત ગાઉના છેટે આવી રહેલા ઉકત નિગ્લીવના થાંભલાની ઉપર કોતરવામાં આવેલા અશોકના ગૌણ સ્તંભલેખમાં કહ્યું છે કે, કનકમુનિ(કે નાગમનના સ્તૂપનું સ્થળ દર્શાવવાના હેતુથી એ થાંભલે ત્યાં ઊભો કરવામાં આવેલ હતો.
ગુહાલેખે. ફલ્ગ નદીના ડાબા (પશ્ચિમદિશાના) કાંઠાની બાજુમાં આવેલી બે અલગ પર્વતાવલિમાં ગયાની ઉત્તરદિશાએ આઠ ગાઉના અંતરે –અથવા રસ્તેરસ્તે જતાં સાડા નવ ગાઉના છેડે – “વર્નર’ બરાબર)ની અને “નાગાજુની'ની સુપ્રસિદ્ધ ગુફાઓ આવેલી છે. વર્તર(બરાબર)ની ટેકરીમાં ચાર ગુફાઓ છે. તે પૈકીની ત્રણ ગુફાઓમાંની દિવાલેના ઉપર અશોકના ત્રણ ગુહાલેખો કોતરવામાં આવેલા છે. તે લેખમાં કહ્યું છે તેમ, રાજા પિયદસિએ આજીવને એ ગુફાઓનું દાન કર્યું હતું.
અશોકની ધર્મલિપિઓના સ્થળનિર્દેશની બાબતમાં આટલું કહેવું બસ થશે. હવે એ ધર્મલિપિઓને લગતા બીજા કેટલાક સવાલને વિચાર આપણે કરવાને છે. પહેલો સવાલ તો એ છે કે,
૧. યુહરરને “એન્યુઅલ પ્રોગ્રેસ રીપોટે”(વાર્ષિક પ્રગતિ અહેવાલ), ૧૮૯૪–૧૮, પરિચ્છેદ ૩; જ. રૈ.એ. સે, ૧૮૯૭, પૃ. ૪૨૯ અને આગળ પૃ. ૩૬૫ અને આગળ.
૨. ક. આ સ.રી, ૧,૪૪ અને આગળ ક. ઠે.ઈ. ઈ., ૩૦-૩૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com