________________
૨૩૪ “રાજ્યાભિષેકને આઠ વર્ષ વીત્યાં ત્યારે અશકે જે કલિંગદેશને જીતી લીધેલું તે કલિંગની હદમાં જ, હિંદુસ્તાનની પૂર્વ દિશાએ બંગાળાના ઉપસાગરના કાંઠાની પાસેથી એ બે નકલે જડી આવેલી છે. ઈ. સ. ૧૮૩૭ માં કિટ્ટો સાહેબે શેધી કાઢેલી ઉત્તર દિશાની નકલ “áસ્તમ” (અશ્વત્થામા ) નામક શિલાની ઉપર કોતરવામાં આવેલી છે. ઉત્કલ (ઉડિયા)માંના પુરી જિલ્લામાં આવેલા ભુવનેશ્વરની દક્ષિણદિશાએ ચારેક ગાઉના જેટલા દૂર આવેલા ધવલી ગામની (જે તસલિ ગામમાં રાજાના પ્રતિનિધિ તરીકે કુમાર કામ કરતો હતો તે તસલિ ગામની) નજીકમાં એ શિલા આવેલી છે. એ શિલાની ઉપર સમાંતરે ત્રણ ઊભાં ખાનાં પાડવામાં આવ્યાં છે. અશેના ચૌદ લેખે પૈકીના બારમા અને તેરમા લેખ સિવાયના બાર લેખો એ ત્રણ ખાનાં પૈકીના આખા વચલા ખાનામાં અને જમણી બાજુના ખાનાના અર્ધા ભાગમાં કોતરવામાં આવેલા છે. પાછળથી બે સ્થાનિક લેખો વધારાના કોતરવામાં આવ્યા છે. તે પૈકીને એક લેખ જમણી બાજુના બાકીના અર્ધા ભાગમાં કોતરવામાં આવ્યો છે અને બીજે લેખ ડાબી બાજુના આખા ખાનામાં કોતરવામાં આવ્યો છે. જૂદા પડી આવતા બે લેખો પૈકીનો બીજો લેખ આ જ છે. શિલાલેખની ઉપર જ અગાસી છે, અને તેની જમણી બાજુએ ૧ વારની ઊંચાઈના હાથીને આગલે ભાગ છે. એ હાથીનું કોતરકામ ઉત્તમ પ્રકારનું છે. ઉક્ત શિલામાંથી જ આ બધું કાતરી કાઢવામાં આવેલું છે. ત્યાં જે ખાઈઓ દેખાય છે તે એમ બતાવી આપે છે કે, મૂળે લાકડાની છત્રીના ઉપર પેલે હાથી ગોઠવાયો હશે. ઇ. સ. ૧૮૫૦માં સર વૉટર ઇલિયટ સાહેબે પ્રથમ ઊતારી લીધેલી દક્ષિણદિશાની નકલ ગંજામ ગામના વાયવ્ય ખૂણે નવેક ગાઉના જેટલી દૂર આવેલી ઋષિકુલ્યા નદીના કાંઠે “યાવગઢ ( જોગડા; લાખને કિલ્લે) નામક મોટો છ કિલે છે તેની અંદર પડેલી “ભવ્ય શિલાના ઉપર કેતરવામાં આવેલી છે. યાવગઢના લેખે ઉક્ત શિલાની ઊભી સપાટીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com