________________
ર૩૫ જૂદી જૂદી ત્રણ તકતીઓમાં વહેચી નાખવામાં આવેલા છે. તે પૈકીની પહેલી તકતીમાં અશોકના ચૌદ શિલાલેખમાંના પહેલા પાંચ લેખે છે; પણ પથ્થર તૂટી ગયો છે તેથી તેમને લગભગ અર્થે ભાગ નાબૂદ થયો છે. તે પૈકીની બીજી તકતીમાં છઠ્ઠા લેખથી માંડીને દસમા લેખ સુધીના પાંચ લેખો અને ચૌદમે લેખ કોતરવામાં આવેલ છે. આ તકતીને લગભગ એતૃતીયાંશ ઘસાઈ ગયો છે. જુદા પડી આવતા જે બે લેખો ધવલીની શિલાના ઉપર કાતરાએલા છે તે જ ! બે લેખો યાવગઢની શિલામાંની ત્રીજી તકતીમાં કરવામાં આવેલા છે. ઉક્ત ત્રણ તકતીઓ પૈકીની બે તકતીઓમાં જે લેખો કાતરવામાં આવેલા છે તે કાળજીપૂર્વક કાતરાએલા છે; પણ ત્રીજી તકતીમાં ઉક્ત બે જૂદા લેખો કે તરતાં લિપિકારે બહુ જ ઓછી કાળજી લીધી છે, એમ દેખાઈ આવે છે. ધવલીના અને ભાવગઢના જૂદા જૂદા શિલાલેખ
(કલિંગના અલગ શિલાલેખો) અશોકના ચૌદ મુખ્ય શિલાલેખે પૈકીના બારમા અને તેમા લેખના સ્થાને ધવલીમાં તથા યાવગઢમાં બે અલગ લેખો – અતિને લેખ અને પ્રાંતાધિકારીને લેખ– કોતરાએલ છે; અને તેમને ધવલીના અને યાવગઢના જૂદા જૂદા શિલાલેખો' આપણે કહ્યા છે.
(ખ) પાંચ ગૌણ શિલાલેખ પહેલાં તે આ લેખની માત્ર ત્રણ નકલે જ જાણવામાં આવી હતી. તે “ઉત્તરદિશાની ત્રણ ન” તરીકે ઓળખાય છે. ૧ વિહારના શાહાબાદ જિલ્લામાં આવેલા સહાશ્રમ (સહસ્ત્રામ)ની પૂર્વ દિશાએ આવી રહેલી ચંદનપીરની ટેકરીની ટોચે જે બનાવટી ગુફા છે તેમાં પડેલી
૧. ક. આ. સ. રી, ૬, ૮, ૭, ૫૮; ૮, ૩૮; અને ૧૧, ૧૩૩; ક. ઠે. ઈ. ., ૧, ૨૦-૨૪; B. રી. આ. સ. એ.ઈ, ૧૯૦૩-૧૯૦૪,૬. ૨૫-૩૧;
એ. રા. આ. સ. ઇ. સ. ૧૯૦૭-૧૯૦૮, પૃ. ૧૯. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com