________________
૨૩૩ જાતના હાથી મળી આવેલા છે તે જાતને પથ્થરને કેાઈ હાથી મૂળે ગિરનારની બાજુમાં હોય, એ સંભવિત છે.
એ જ શિલાની ઉપર રુદ્રદામાન ઇ. સ. ૧૫૦ નો લેખ અને કંદગુપ્તને ઈ. સ. ૪૫૭ ને લેખ પણ કોતરેલ છે. તે વાંચતાં એમ જણાય છે કે, ચંદ્રગુપ્ત મૌર્યના હુકમથી તેની બાજુમાં “સુદર્શન’ તળાવ બંધાવવામાં આવેલું. મૌર્યવંશના સ્થાનિક અમલદારાએ ત્યાં નહેરો અને બંધ બંધાવેલાં. એક વખતે રુદ્રદામાના રાજકાળમાં અને બીજા પ્રસંગે સ્કંદગુપ્તના રાજકાળમાં “સુદર્શન’ તળાવને મરામત કરાવવામાં આવેલી, એમ પણ જણાય છે.
અશોકના ચૌદ મુખ્ય શિલાલેખોની પાંચમી નકલ મુંબાઈની ઉત્તરદિશાએ આવેલા ઠાણું જિલ્લાના સોપારા ગામમાં હેવી જોઈએ; કારણ કે, એ લેખો પૈકીના આઠમા લેખના થોડાક શબ્દો ધરાવનારે એક ટુકડો ત્યાંથી મળી આવેલ છે. ૧ “સોપારા ગામ આજે પણ આબાદી ભોગવે છે. પહેલાંના વખતમાં તે મહત્વનું બંદર અને વેપારનું મથક હતું. “મહાભારતમાં તેને “Íરક કહ્યું છે. પરિણસે તેને “સુપર’ કહ્યું છે. ટોલેમીએ તેને “સૂપર કહ્યું છે. “મહાભારતમાં કહ્યું છે કે, પરશુરામે Íરની સ્થાપના કરી હતી. આજે સોપારામાં “રામતીર્થ” ઓળખાવાય છે ખરૂં. ૨ એ સ્થળ ઘણું પવિત્ર મનાતું હતું. લાંબા કાળ સુધી સોપારા “અપરાંતનું પાટનગર રહ્યું હતું.
અશેકના ચૌદ મુખ્ય શિલાલેખની છઠ્ઠી અને સાતમી નકલ ધવલીમાંથી અને પાવગઢમાંથી મળી આવેલી છે. તે પિતાના
૧. જ. . . . એ. સે, ૧૫, ૨૮૨ અને આગળ; પ્રો. રી. આ. સ. કે. ઈ., ૧૮૯૭-૧૮૯૮, પૃ. ૭ અને આગળ.
૨ ઈ. સ. ૧૮૮૨, પૃ. ૨૩૬.
૩. ક. આ. સ. રી, ૧૩, ૫ અને ૧૧૨; ક. ઠે. ઈ. ઈ. ૧, ૧૫ અને આગળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com