________________
૨૩૨
એ શિલા ગીચ જંગલમાં છુપાઈ જ રહી હોત અને કદિ પણ જાણવામાં આવી ન હતી. ૧ એ શિલાની ટોચથી માંડીને તેના તળિયા સુધી લીકી દોરેલી છે તેથી કરીને તેના ઉપર કાતરાએલા લેખના બે ભાગ પડી ગયા છે. તેના ડાબા ભાગમાં અશોકના પહેલા પાંચ લેખો કેતરાએલા છે, અને તેના જમણા ભાગમાં અશેકના છઠ્ઠા લેખથી બારમા લેખ સુધીના સાત લેખો કેતરાએલા છે. અશોકનો તેરમો લેખ નીચે કોતરાએલે છે, અને તેની જમણી બાજુએ અશકને ચૌદમો લેખ કાતરાએલે છે. અશેકના ચૌદે લેખ સારી સ્થિતિમાં જળવાઈ રહ્યા છે. માત્ર જે ભાગમાં અશોકને પાંચમો અને તેરમો લેખ કેતરાએલ તે ભાગ બાજુએ થઈને જતા રસ્તાને માટે પથરા પૂરા પાડવાના હેતુથી સુરંગ ફેડીને તેડી પાડવામાં આવેલો છે. જે જગ્યાએ શિલા પડેલી છે તે જગ્યાની બાજુમાં પડેલી માટી ખોદતાં ખોદતાં ઈ. સ. ૧૮૭૭ ના અરસામાં કેપ્ટન સ્ટિન’ સાહેબને ઉક્ત શિલાના અનેક ટુકડા જડી આવ્યા હતા. એ ટુકડાઓ પૈકીના બે ટુકડાઓના ઉપર અશેકના સમયના અક્ષરે જેવામાં આવ્યા હતા. એ અક્ષરો અલબત્ત અશોકના તેરમા મુખ્ય શિલાલેખને કેટલાક ભાગ છે. પાછળથી “જર્નલ ઓફ ધી રોયલ એશિયેટિક સાયટી ” ના ઇ. સ. ૧૯૦૦ ના અંકના ૩૭૫મા પાને એ નવીન શોધનું વર્ણન થએલું છે. ઉક્ત શિલાની ઉપર કાતરાએલા દરેક લેખની પછી આડી લીટી કોતરવામાં આવેલી છે તેથી બધા લેખો એકબીજાથી જૂદી પડી જાય છે. અશોકના તેરમા લેખની નીચે “... તો દતિ વહોવ-સુદ નામ” (સર્વ લોકને સુખ અપાવનારે ઘેળો હાથી) એમ કોતરવામાં આવેલું છે. અધ્યાપક કર્ન સાહેબે કહ્યું છે કે, અહીં અલબત્ત બુદ્ધ ભગવાનને ઉલ્લેખ થયો છે. ધવલીમાંથી અને કાશીમાંથી જે
૧. આ. સ. . ઈ., ૨, ૯૫: પ્રો. રી. આ. સ. ૩. ઈ, ૧૮૯૮૧૮૯૯, પૃ. ૧૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com