________________
૩૧
પ્રથમ તો લાગ્યું; પણું આમ લાગવાનું મુખ્ય કારણ એ હતું કે,
જ્યાં જ્યાં ફાટ પડેલી હતી કે ખાડાખાબડા હતા ત્યાંત્યાં લિપિકારે અક્ષરે કતરેલા નહિ. એ શિલાના તળિયાની બાજુએ દસમા લેખથી માંડીને અક્ષરો મોટા થતા ગયા છે, અને આખરે ઉપરના અક્ષરોના કરતાં ત્રણ ગણું મોટા અક્ષરે નીચલા ભાગમાં કેતરાયા છે. આવી રીતે મોટા અક્ષરે કોતરાયા તેના પરિણામમાં શિલાને લીસે કરેલો ભાગ નાને પડયો તેથી કે પછી ઉકત લેખને પાછલે ભાગ કદાચ પાછલા સમયને હેય તેથી શિલાની ડાબી બાજુએ લેખનો બાકીને ભાગ કોતરવામાં આવ્યો. શિલાની જમણી બાજુએ હાથી કરવામાં આવેલ છે, અને તેને “નતમ ” (ઉત્તમોત્તમ હાથી) કહ્યો છે. અહીં અલબત્ત બુદ્ધ ભગવાનનો ઉલ્લેખ થયો છે જોઈએ. શિલાની બાજુમાં કેતરકામવાળા અનેક પથરા વેરાએલા પડયા છે તે એમ બતાવી આપે છે કે, એ સ્થાનની આજુબાજુએ તે વખતે ઇમારતો હેવી જોઈએ. એ સ્થળ જૂના અને આબાદ શહેર શ્રણ” ની બાજુમાં આવેલું હતું, એ તો ચોક્કસ છે.
અશોકના ચૌદ મુખ્ય શિલાલેખની ચોથી ન “ગિરનારને શિલાલેખ” કહેવાય છે. ઈ. સ. ૧૮૨૨ માં “ કર્નલ ટોડ” સાહેબે પ્રથમ તેનું વર્ણન કર્યું હતું. કાઠિયાવાડમાંના જૂનાગઢ શહેરની ઉત્તર દિશાએ જ ગાઉના જેટલા દૂર આવેલા ગિરનાર પર્વતની દિશામાં જતા રસ્તાની બાજુમાં પડેલી મેટી શિલાના ઈશાનખૂણાની બાજુએ અશોકના ચૌદ મુખ્ય શિલાલેખો કોતરાએલા છે. લાંબા કાળ સુધીનાં સુરાષ્ટ્રના પાટનગર “ગિરિનગર” ના નામની ઉપરથી આજે ત્યાનો પર્વત “ગિરનાર' કહેવાય છે. “પ્રભાસખંડ” માં ગિરનારને શૈવ તીથ તરીકે વર્ણવેલ છે. જેને લોકે પણ એ સ્થળને અતિ પવિત્ર માને છે. જૂનાગઢના કેઈ આગેવાન પુરુષે યાત્રાળુઓની સગવડને માટે જંગલમાં થઈને રસ્તે કઢાવ્યા ન હતા તે અશોકના લેખવાળી
૧. . એ., ૫, ૨૫-૨૫૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com