________________
૨૨૪
કલિંગની લડાઈની પછી તુરત જ-એટલે કે, જે રાજાઓને અશકને મળેલી તકના જેવી તક મળી હતી અને તેને મળેલાં સાધના જેવાં સાધનો પણ મળ્યાં હતાં તે રાજાઓ જે બનાવને લઈને સાર્વભૌમ સત્તા સ્થાપવાને પ્રેરાયા હેત તે બનાવની પછી તુરત જ- અશોકે તો પરદેશીય રાજનીતિને લગતી જુદી જ પદ્ધતિ અમલમાં આવ્યું. ત્યારપછીથી લડાઈના વિચારને જ અશકે ગઈ ગણ્યો હતો. આપણે અગાઉ વાંચી ગયા છીએ તેમ, કલિંગની લડાઇનું વર્ણન કરતાં અશોક કહે છે કે, લડાઈમાં પડતા દુઃખના એકસોમાં તે શું પણ એકહજારમા ભાગનું દુઃખ પણ લેકોને ફરીથી પડે છે તેથી તેને પોતાને અતિશય શાક થાય. તેથી કરીને સાનંદ સંતોષ દર્શાવતાં અન્યત્ર તે કહે છે કે, બેરિઘોષનું સ્થાન ધર્મધષે લીધું છે. પરંતુ કલિંગની લડાઈનો ઉલ્લેખ કરવામાં અશોકને કાંઈક ઊંડે હેતુ રહેલો છે. તે સીધેસીધી રીતે કબૂલ કરે છે કે, તેણે પોતે ભૂમિવિજયના વિચારનો ત્યાગ કરેલો છે અને ધર્મવિજયના વિચારનો સ્વીકાર કરેલ છે. તે કહે છે તેમ, આવો ધર્મવિજય પ્રેમથી અને શુભેરછાથી બધા સરહદી પ્રાંતમાં મેળવી શકાય છે. અને તેણે તે તેવો ધર્મવિજય મેળવ્યો પણ છે. આ નવીન નીતિ માત્ર દર્શાવીને જ તેણે સંતોષ માન્યો નથી. તે તે વધારામાં એમ પણ કહે છે કે, તેના પુત્ર અને પૌત્રાએ તેમ જ સર્વ વંશજોએ ભૂમિવિજયની તૃષ્ણનો ત્યાગ કરવો જોઈએ. ભૂમિવિજયનું સ્થાન ધર્મવિજયે લીધું તેના પરિણામમાં આધ્યાત્મિક ઉન્નતિ થઈ તે પણ રાજકીય અવનતિ થવા પામી. અલબત્ત, એથી શાંતિપ્રિયતા પોષાઈ અને આત્મવિકાસની ધૂન લાગી, અને તે તો હિંદુના ચારિત્ર્યમાં તન્મય બની ગયાં. પહેલેથી જ આધ્યાત્મિક વૃત્તિ ધરાવતો હિંદુ એથી કરીને વધારે આધ્યાત્મિક વૃત્તિ ધરાવતો થયો; પરંતુ તેના પરિણામમાં લડાયક વૃત્તિને માટે અને રાજકીય મહત્તાને માટે તેમ જ અહિક હિત સુખને માટે વિરોધ ઉત્પન્ન થયે હોવો જોઈએ ખરે. ખાસ કરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com