________________
૨૨૩ સામ્રાજ્ય બની ગયું હતું, એ આપણે જાણીએ છીએ. લિગ દેશને જીતીને પિતાના રાજ્યની સાથે જોડી દઇને અશોકે બિંબિસારથી શરૂ થએલા આ કેંદ્રગામી બળને થોડા વખત સુધી પુષ્ટિ આપી હતી.' ધર્મના વિચારે અશોકના મનને ઘેરી લીધું ન હતા અને એ રીતે તેને પૂરેપૂરો બદલી નાખે ન હોત તે મગધને અભેદ્ય સૈનિક જુર ફાટી નીકળતાં અને તેની રાજશાસનકળા ઝળકી ઊઠતાં તામિલ-રાજ્યના ઉપર તેમ જ હિંદુસ્તાનની છેક દક્ષિણદિશાએ આવેલા તામ્રપર્ણના ઉપર ચઢાઈ કરીને તેમને કબજે કરવામાં આવ્યાં હતાં એટલું જ નહિ, પણ ભારતવર્ષની પેલી બાજુએ જઈને તેમના સામ્રાજ્યના જેવું સામ્રાજ્ય સ્થાપ્યા વગર મગધરાજને જે ૫ વળ્યો ન હેત. અશોકના સમયની પહેલાંના લાંબા કાળથી જ હિંદુસ્તાન આર્યમય બનતે આવ્યો હતો. ગ્રીસની પ્રજા ન હોય એવા લેકે ગ્રીસના લેકે બનતા તેવી જ રીતે આપણા દેશના વિવિધ લેકે આર્ય બનતા. લગભગ આખા હિંદુસ્તાનમાં આર્યભાષા અને આર્યજીવન ઓતપ્રોત થઈ ગયાં હતાં, અને એકભાષા બનેલી પાલિભાષા પણ સ્વીકારાઈ હતી. જૂદી જૂદી હિંદુ-જાતિઓને એકત્ર કરીને રાષ્ટ્રીય કે સાર્વભૌમ પ્રજા ઊભી કરવાને માટે જે તો જરૂરનાં હતાં તે તો તો હયાત હતાં જ. એ કામ સાધવાને માટે માત્ર રાજકીય સ્થિરતા-સર્વસામાન્ય રાજકીય એકતા-ની જરૂર હતી. અશેકે પિતાના પુરોગામી રાજાઓની નીતિને ચાલૂ રાખીને બિંબિસારે દાખલ કરેલા કેંદ્રગામી બળને મદદ કરી હતી તે તેની પોતાની જબરી શક્તિના પરિણામમાં અને રાજ્યવ્યવસ્થાને લગતી તેની પિતાની બુદ્ધિને લઈને તે મગધના સામ્રાજ્યને ખરેખર દૃઢ બનાવી શક્ત અને ફક્ત રાજકીય સ્થિરતા સ્થાપી શકત; પણ
૧. શ્રીયુત હેમચંદ્ર રાયચૌધરીકૃત “પિલિટિકલ હિસ્ટરી ઓફ એશિયંટ ઇડિયા” (પ્રાચીન હિંદુસ્તાનને રાજકીય ઇતિહાસ ), ૫. ૧૬૪ અને આગળ . ૧૮૨-૧૮૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com