________________
રરર મોટા ભાગે સારસંગ્રહના જે ગ્રંથ છે તે પણ કૌટિલ્યના પિતાના સમય સુધીમાં લખાઈ પ્રસિદ્ધ થએલાં રાજનીતિશાસ્ત્રવિષયક આધારભૂત પુસ્તકાને તે ગ્રંથ ટપી ગયો લાગે છે. “ કામસૂત્ર ના લેખક વાસ્યાયને અને “યાજ્ઞવલ્કય સ્મૃતિ”ના લેખકે મૈટિલ્યના વિચારે તેમ જ તેના પારિભાષિક શબ્દો પિતપતાના ગ્રંથમાં વાપર્યા છે. બાણે અને દંડીએ પોતપોતાના ગ્રંથમાં કૌટિલ્યનો જે ઉલ્લેખ કરેલો છે તે તે આપણી ખાત્રી કરી આપે છે કે, એ બે લેખકેના સમયના રાજાઓને કૌટિલ્યકૃત “અર્થશાસ્ત્ર” નામક ગ્રંથ બહુ પ્રિય થઈ પડયો હતો. પરંતુ આ ગ્રંથ પણ અતિ ઘણે મોટો લાગ્યો તેથી કરીને કામંદકે તેને વધારે સાદા અને ટૂંકા રૂપમાં રજૂ કરવાનું કામ ઉપાડી લીધું. માત્ર કૌટિયકૃત “અર્થશાસ્ત્ર”ને જ અભ્યાસ તે સમયમાં સામાન્ય રીતે થતા ન હેત તે કામંદકે આ કામ ઉપાડી લીધું જ ન હોત. હિંદુ-રાજનીતિશાસ્ત્રને લગતા આપણા જ્ઞાનમાં વધારે કરે એવું એક પણ પુસ્તક કૌટિલ્યના સમયની પછી લખાયું નથી. દેખીતી રીતે કૌટિલ્યના સમયની પછી આ વિદ્યાએ કાંઈ પણ પ્રગતિ કરી હોય એમ લાગતું નથી. તે પોતે ખૂબ આગળ વધે અને આપણું રાજકીય આચારવિચારને ખૂબ આગળ વધારે એવી આશા હતી તે જ વખતે તે વિદ્યા લગભગ નષ્ટ થઈ ગઈ. બિંબિસારના રાજકાળમાં વિહારમાં આવેલું મગધનું નાનું રાજ્ય વધી જઇને ચંદ્રગુપ્તના રાજકાળમાં હિંદુકુશથી માંડીને તામિલ-દેશની સરહદ સુધીનું મગધનું
૧. શ્રીયુત આર. શામાશાસ્ત્રીએ અંગ્રેજી ભાષાંતરરૂપે પ્રસિદ્ધ કરેલા કૌટિલ્યકૃત અર્થશાસ્ત્રની પ્રસ્તાવના જુએ; કે. વી. રંગસ્વામી આયંગરકૃત “કન્સિડરેશન્સ ઓફ સમ અસ્પેકટસ એફ એશિયંટ ઇડિયન પાલિટી” (પ્રાચીન હિંદુ-રાજનીતિશાસ્ત્રની કેટલીક બાબતેને વિચાર ), પૃ. ૧૯ અને આગળ જુએ. કૌટિલ્યકૃત “અર્થશાસ્ત્ર” બહુ પાછળના સમયને ગ્રંથ છે, એવું સાબીત કરનારે કેાઈ સબળ પૂરા હજી સુધી બહાર આવ્યો નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com