________________
૨૨૫ કૌટિલ્યના સમયની પછીના જે સમયે મગધનું સામ્રાજ્ય રાષ્ટ્રીયત્વની ભાવના ઉત્પન્ન કરીને હિંદુસ્તાનને ઉચ્ચ રાજકીય કાટીએ પહોંચાડે એવી આશા રખાતી હતી તે સમયે રાજનીતિશાસ્ત્રની અને રાજકારણની પ્રગતિને એકાએક બંધ પડી ગએલી આપણે જોઈએ છીએ તેનું કારણ આ જ હોવું જોઈએ. મધ્યસ્થ રાષ્ટ્રને લગતી અને સાર્વભૌમ સત્તાને લગતી હિંદુઓની અભિલાષા અશોકના નવીન દૃષ્ટિબિંદુથી તદ્દન છિન્નભિન્ન થઈ ગઈ. તેની નીતિનાં પરિણામ તેના મરણની પછી તુરત જ દેખાવા લાગ્યાં. આપણું દેશના વાયવ્યકોણની સરહદે ઘનઘોર વાદળ ઘેરાવા લાગ્યા. તેના મૃત્યુની પછી પૂરાં પચીસ વર્ષ પણ વ ત્યાં નહિ ત્યાં તો મૌર્ય–સામ્રાજ્યના વાયવ્યકોણની સરહદે આવી રહેલા હિંદુકુશને ઓળંગીને બેંકિયાના ગ્રીસવાસીઓ એક કાળના સબળ સામ્રાજ્યને તોડી પાડવાના પ્રયત્ન કરવા લાગ્યા. સિકંદરની સરદારીની નીચે પણ ગ્રીસવાસીઓ મગધના લશ્કરથી કેટલા બધા બીતા હતા, એ આપણે સારી પેઠે જાણીએ છીએ. માત્ર લડાઈઓ કરીને તેઓ એકે મીનિયન લેકેના વિસ્તૃત સામ્રાજ્યનાં ફનાંફાતિયાં કરી શક્યા હતા. પણ તેઓ હિંદુસ્તાનમાં દાખલ થયા ત્યારે તો અનેક લડાઈઓ કરવાની ફરજ તેમને પડી, અને તેમને ખુદ સરદાર સિકંદર એક પ્રસંગે ઘવાઇને લગભગ મરણતોલ થઈ પડયો. અલબત્ત, ગ્રીસવાસીઓ જબરા અને બહાદુર લડવૈયા હતા. થોડીક મુશ્કેલી વેઠીને પણ તેઓ અનેક હિંદુ-જાતિઓને તેમ જ પંજાબના રાજા પોરસને પણ જીતી લઈ શક્યા હતા. પરંતુ, લુટાર્ક કહે છે તેમ, પિરસની સાથે થએલી લડાઈથી મૈસીડેનિયાના લોકોની હાંસ એટલી બધી ભાંગી પડી– અને હિંદુસ્તાનમાં આગળ કૂચ કરવાને તેઓ એટલા બધા નાખુશ થઈ ગયા– કે, ગંગા નદીને ઓળંગી જઇને મગધના લશ્કરની સામે થવાનો આગ્રહ સિકંદરે કર્યો ત્યારે તેમણે બેધડક ના પાડી.મેસીડેનિયાને
૧. મેકિંડલકૃત “એશિયંટ ઇંડિયા ઈટ્સ ઈવેઝન બાય ઍલ
૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com