________________
૨૨૦
નથી, અને તે
કાના ચારિત્ર્યના
માત્ર અમુક
એ દર્શાવ્યો છે. તેઓ એમ માને છે કે, હિંદુસ્તાનના લેકેની બુદ્ધિએ ધર્મ અને તત્ત્વજ્ઞાનનો વિકાસ કરવાનું જ કામ સાધ્યું છે. તેણે પ્રજાત્વની ભાવના જાગૃત કરી નથી એટલું જ નહિ, પણ રાષ્ટ્રના વિચારને પણ તેણે ઉત્પન્ન કર્યો નથી. આપણે ટૂંકામાં કહીએ તે, હિંદુસ્તાને રાજનીતિશાસ્ત્રમાં કાંઈ પણ ફાળો આપ્યો નથી, અને તેથી દુનિયાના રાજકીય ઇતિહાસમાં તેને કોઈ પણ સ્થાન નથી. હિંદુસ્તાનના લેકેના ચારિત્ર્યના આ અંદાજમાં કાંઈક સત્ય સમાએલું છે ખરું. તેમ છતાં પણ તે અભિપ્રાય માત્ર અમુક અંશે જ ખરો છે. મૈકસમ્યુલર સાહેબે અને બ્લમફીલ્ડ સાહેબે પિતાના અભિપ્રાય પ્રથમ જાહેર કર્યા ત્યારે તો તેમનું કહેવું ખરું હતું. પરંતુ ત્યાર પછી તે કૌટિલ્યકૃત “ અર્થશાસ્ત્ર” મળી આવેલું છે, અને વિદ્વાને તેને અભ્યાસ કરી શકે છે. હિંદુઓએ પોતાના રાજનીતિશાસ્ત્રને અધ્યાત્મવિદ્યાના અને આધ્યાત્મિક વાતાવરણથી અલગ રાખ્યું નથી તેમ જ જ્ઞાનની સ્વતંત્ર શાખા તરીકે રાજનીતિશાસ્ત્રની સ્થાપના કરી નથી, એ મતને હવે સ્વીકારી શકાય તેમ નથી; કારણ કે, કૌટિલ્ય આપણને કહે છે તેમ, તેના પોતાના સમય સુધીમાં રાજનીતિશાસ્ત્રના નિદાન ચાર સંપ્રદાયો જાણીતા થયા હતા, અને કોઈ પણ સંપ્રદાયની સાથે કોઈ પણ જાતને સંબંધ ન ધરાવતા નિદાન સાત સુપ્રસિદ્ધ લેખકે થઈ ગયા હતા. વળી, તેના સમયમાં કયી કયી વિદ્યાઓ પ્રચલિત હતી? “અર્થશાસ્ત્રમાં કહ્યું છે તેમ, “આન્ધક્ષક વિદ્યા” (તત્વજ્ઞાન) તથા “ત્રયી' (અધ્યાત્મવિદ્યા) તેમ જ “વાત' (અર્થશાસ્ત્ર) અને “દંડનીતિ” (રાજનીતિશાસ્ત્ર) તે સમયમાં પ્રચલિત હતી. રાજનીતિશાસ્ત્રને તત્ત્વજ્ઞાનથી તથા અધ્યાત્મવિદ્યાથી જૂદું પાડીને જ્ઞાનની સ્વતંત્ર શાખા તરીકે સ્થાપવામાં આવ્યું હતું, એ વાત આથી સ્પષ્ટ નથી થતી શું ? અલબત્ત, એ વાત સ્પષ્ટ થાય છે જ. પરંતુ એટલાથી જ બસ નથી. એક સંપ્રદાયે (બાહસ્પત્યોએ) તો એમ પણ કહ્યું છે કે, બધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com