________________
૨૧૯
શા અભિપ્રાય દર્શાવ્યા છે ? પ્રથમ તે મૈકસમ્યુલર સાહેબનું કથન આપણે તપાસશું. તે કહે છે કે, “પ્રજાકીયતાની ભાવનાનું ભાન હિંદુને કદિ પણ ન હતું, અને પ્રજાનાં વખાણુની આજ્ઞાથી તેનું હૈયું કદિ પણ ધબકી ઊઠતું ન હતું.......માત્ર ધર્મના અને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં જ હિંદુનું મન સ્વાદે કામ કરી રહ્યું હતું, અને હિંદુસ્તાનમાં ધાર્મિક તથા આધ્યાત્મિક વિચારે એ જેટલાં ઊંડાં મૂળ ઘાલેલાં છે તેટલાં ઊંડાં મૂળ બીજા કોઈ પણ દેશમાં ઘલાએલાં નથી. હિંદુ-પ્રજા તત્ત્વજ્ઞાનીઓની પ્રજા હતી....... એકંદરે જોતાં,
જ્યાં આત્માના આંતર જીવને આખી પ્રજાની વ્યાવહારિક શક્તિએને સંપૂર્ણાશે વશ કરી નાખી હોય અને જે ગુણોને લઈને પ્રજા ઇતિહાસમાં પોતાનું સ્થાન મેળવી લે છે તે ગુણોને નાશ જ્યાં થઈ ગયો હોય એવા બીજા કોઈ પણ દેશને દાખલ ઇતિહાસ પૂ પાડતા નથી.” અધ્યાપક બ્લમફીને અભિપ્રાય પણ એ જ છે. તે કહે છે કે, “હિંદુસ્તાનના ઈતિહાસની શરૂઆત થઈ ત્યારથી ધાર્મિક સંસ્થાઓ પ્રજાના ચારિત્ર્યના ઉપર અને વિકાસના ઉપર જેટલે અમલ ચલાવે છે તેટલે અમલ દુનિયાના બીજા કોઈ દેશમાં તેઓ ચલાવતી નથી......આ રૂઢિગત અને ચક્કસ વ્યવસ્થા આચારમાં સર્વ સમયે પૂર્ણાશે જળવાતી ન હતી તે પણ એટલું તે કબૂલ કરવામાં આવે છે કે, જીવન મુખ્યત્વે કરીને એકાકી ધર્મયાત્રા છે, અને દયેય માત્ર આત્મમોક્ષ છે. રાષ્ટ્રના હિતને અને પ્રજાના વિકાસને આવી યોજનામાં કાંઈ પણ સ્થાન નથી. જાણુજેઈને નહિ તે પણ આચારમાં તે એ બને બાબતેને ગણત્રીમાં જ લેવામાં આવેલી નથી, અને તેથી હિંદુસ્તાનના પ્રજાકીય ચારિત્રમાં તેવા પ્રકારની ખોટ રહી ગઈ છે.” હિંદુઓના મનના વલણને લગતે આ અભિપ્રાય ઉક્ત બે વિદ્વાને
૧. હિ. એ સં. લિ, પૃ. ૩૦-૩૧.
૨. “ધી રીલિજિયન એફ ધી વેદ”(વેદધર્મ), પૃ. ૪–૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com