________________
२०६ છીએ કે, પારલૌકિક હિતસુખ સાધવાની બાબતમાં એટલે કે, માત્ર પોતાના સામ્રાજ્યની જ પ્રજામાં નહિ પણ બહારના લેકે સહિત સર્વ મનુષ્યોમાં ધર્મ જાગ્રત કરીને ફેલાવવાની બાબતમાં પણ તેણે તનતોડ મહેનત કરી હતી. એ જાતની પ્રવૃત્તિમાં અશોકને ઘણી ફતેહ મળેલી, એ આપણે જોઈ ગયા છીએ. હિંદુસ્તાનની બહારના દેશોમાં પણ તેવી ફતેહ પોતે મેળવેલી, એવું અશોક પિતે કહે છે તે કાંઈ ખોટે ડોળ ન હતે. ૧ ધર્મોપદેશક તરીકેના તેના પ્રયત્નોનાં કેવાં શુભ પરિણામ આવેલાં, એ આપણે જાણીએ છીએ. બુદ્ધનો ઉપદેશ આખા હિંદુસ્તાનમાં તેમ જ સિંહલદ્વીપમાં ફેલાયે હતો. ઇ. સ. પૂ. ૨૦૦ ની પહેલાં ચીનમાં પણ તે પ્રસર્યો હતે. પશ્ચિમ-એશિયામાં બૌદ્ધપંથને સ્વીકાર થયો હોય તો તેવાં કાંઈ ચિહ્નો દેખાતાં નથી તે પણ ખ્રિસ્તી ધર્મના ઉપર તે તેની અસર બેશક થએલી જ હતી. નિદાન મનુષ્યની પ્રત્યેના ભ્રાતૃભાવને લગતા પોતાના સિદ્ધાંતના સંબંધમાં તે ખ્રિસ્તી ધર્મ અશોકે પ્રસરાવેલા બુદ્ધોપદેશને આભારી છે, એવો નિર્ણય કર્યા વગર છૂટકે જ નથી.
અશેકના મનની સામે કર્યો આદર્શ સતત ખડે રહેતો હતો, તથા સર્વને લાગૂ પડતી અને અવિરત પ્રવૃત્તિ કયા મુખ્ય હેતુથી તે કરતા હતા : એ આપણે જોઈ ગયા. આથી કરીને, ઇતિહાસમાં અશોક કયું સ્થાન ભોગવે છે, એ હવે આપણે નક્કી કરી શકીએ ખરા. પ્રાચીન દુનિયાના અનેક સમ્રાટોની સાથે તેની સરખામણી કરવામાં આવેલી છે. પણ એ સરખામણીથી તેને જરા પણ આંચ આવતી નથી. જુદાં જુદાં બે દૃષ્ટિબિંદુથી તેને રમના મહાન સમ્રાટ કૅન્સ્ટટાઈનની સાથે સરખાવવામાં આવેલ છે. અધ્યાપક હાઈસ ડેવિડ્ઝ એમ માને છે કે, અશોક કોન્સ્ટટાઈનના જેવો હતો કારણ કે, ખ્રિસ્તી ધર્મમાં આધ્યાત્મિક અવનતિ થએલી તેનું કારણ કોન્સ્ટટાઈને
૧. જુઓ પૃ. ૧૪૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com