________________
ર૭.
કરેલાં પરોપકારનાં ધર્મ કાર્યો હતો તેવી જ રીતે અશકે કરેલ બૌદ્ધપથને સ્વીકાર અને સંઘને તેણે કરેલી સુંદર ભેટ બૌદ્ધપંથની પડતીના માર્ગના હિંદુસ્તાનમાંથી તે પંથને બાતલ કરવાના પહેલા પગથિયારૂપ ” હતાં. અહીં પહેલાં તો કહેવું જોઈએ કે, હિદુસ્તાનમાંથી બૌદ્ધપંથ બાતલ થયો છે, એમ કહેવું જ ભૂલભરેલું છે; કારણ કે, બંગાળાના કેટલાક ભાગમાં હજુ પણ તે ચાલૂ છે. અલબત્ત, આજે તે ડામાડોળ સ્થિતિમાં છે ખરે. ઇસ્વી સનની બારમી સદીની પછી તુરત જ– એટલે કે, અશોકની પછી આશરે દોઢ હજાર વર્ષે– તેની આવી કફોડી સ્થિતિ થએલી હતી. આવું હોવાથી, તેની પછી આટલી મુદતે બૌદ્ધપંથ બાતલ થયે તેને માટે તેને પોતાને શી રીતે જવાબદાર ગણો, એ જ સમજી શકાતું નથી. વળી, બૌદ્ધપંથના સંઘને અગ્ય ભેટ તેણે આપેલી, એનો પૂરાવો શો ? અલબત્ત, બૌદ્ધગ્રંથોની હકીકતમાં પૂર્ણ વિશ્વાસ રાખવાનું અધ્યાપક હાઈસ ડેવિડઝ આપણને કહે છે; પણ નિદાન અશોકની બાબતમાં તો તે ગ્રંથમાંની હકીકતને ધણોખરો ભાગ લગભગ અવિશ્વસનીય છે.
સિંહલદ્વીપના અને અન્ય ભિક્ષુઓએ પરંપરાગત લકથાને બરાબર જાળવી રાખી છે, એમ ઘડીભર આપણે માની લઈએ તો પણું, અશોકની પછીના સૈકાઓમાં બૌદ્ધભિક્ષુઓની આધ્યાત્મિક અવનતિ થયાની સાબીતી ક્યાં છે? ગુપ્તકાળની શરૂઆતના- એટલે કે, આશરે ઈ. સ. ૩૫૦ના પહેલાં બૌદ્ધપંથની પડતી થયાના દાખલા મળી આવતા જ નથી. વળી, કેટલાક વિદ્વાને અશોકને કોન્સ્ટટાઇનની સાથે સરખાવે છે તેનું કારણ એ કે, બન્ને રાજાઓ પિતપોતાના ધર્મના આશ્રયદાતા હતા, અને તે ધર્મને ફેલાવો કરવામાં તેમણે પુષ્કળ મદદ કરી હતી. પરંતુ એ વિદ્વાનો એટલી
૧. “બુદ્ધાંઝમ” (બૌદ્ધપંથ), પૃ. ૨૨.
૨. હાડકૃત “અશોક આઈન-કારકટર-બિલ્ડ, એટ સેટેરા,” પૃ. ૩૦; હાઈસ ડેવિગ્સ કૃત “બુદ્ધિસ્ટ ઇન્ડિયા”(બૌદ્ધહિંદુસ્તાન), પૃ. ૨૯૭-૨૯૮; રેસનત “એશિયંટ ઈન્ડિયા” (પ્રાચીન હિંદુસ્તાન), પૃ ૧૦૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com