________________
પ્રાણુઓની પ્રત્યે ભ્રાતૃભાવ” છે. આખી સજીવ સૃષ્ટિની સાથે પિતાનો સંબંધ રહેલો છે, એમ તે માને છે; અને તેમને અહિક તેમ જ પારલૌકિક સુખ મળે તેમ કરવું, એ પિતાની ફરજ છે એમ તે ગણે છે. મનુષ્યોની બાબતમાં તે એમ માને છે કે, માત્ર પોતાની પ્રજાની પ્રત્યે જ તેની પોતાની ફરજ રહેલી નથી, પણ મનુષ્યજાતિની પ્રત્યે તેની પોતાની ફરજ રહેલી છે. આ બાબતમાં તેણે બહુ
સ્પષ્ટ રીતે કહી દીધું છે. ધવલીના અને યાવગઢના જૂદા જૂદા શિલાલેખમાં તે કહે છે કે, જેવી રીતે તે પિતાનાં સંતાનોને આ લકનું તથા પરલકનું સર્વ હિતસુખ અપાવવા ઈચ્છે છે તેવી જ રીતે સર્વ મનુષ્યોને માટે પણ તેવું જ તે પોતે ઇચ્છે છે. વળી એ પૈકીના બીજા શિલાલેખમાં આગળ વધીને તે પિતાના અમલદારોને ફરમાવે છે કે, તેના પિતાના ઉપર વિશ્વાસ રાખવાનું પાડેસનાં સ્વતંત્ર રાજ્યોના લેકેને તેમણે કહેવું, અને તેમણે તેમની ખાત્રી કરી આપવી કે, “જે આપણો પિતા તે જ આપણે રાજા (અશોક) છે. તે જેમ પિતાને અનુકંપે છે તેમ આપણને અનુકપે છે; રાજાનાં જેવાં સંતાનો તેવાં આપણે છીએ.” આ વાત એમ બતાવી આપે છે કે, પિતાનાં સંતાનની પ્રત્યેના પિતાના વર્તનના જેવું અશોકનું વર્તન માત્ર પિતાની પ્રજાની સાથે જ રહેતું નહિ, પણ સર્વ મનુષ્યોને તેનો લાભ આપવાના હેતુથી સરહદી રાજ્યની પ્રજાની સાથે પણ તેનું તેવું વર્તન રહેતું હતું. અલબત્ત માત્ર આધ્યાત્મિક બાબતોમાં જ પાડેસનાં સ્વતંત્ર રાજ્યોમાં કઈ પણ રાજા વિજય મેળવી શકે, અને એ રીતે એવાં રાજ્યોની પ્રજાને તેની પિતાની પ્રજા તરીકે તે ગણું શકે.
જે આદર્શને અનુસરીને અશોક પિતાનું કામ કરી રહ્યો હતા તે આદર્શના સંબંધમાં આટલું કહેવું બસ થશે. અહીં જે કહ્યું છે તે અતિશયોક્તિ નથી, પણ સત્ય કથન છે : એ વાતની
ખાત્રી અશેકે પિતાને હેતુ પાર પાડવાને લીધેલા ઉપાથી, થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com