________________
૨૦૩ થએલો તેથી કરીને ચાહિયાના દેવગણને આટલે ભાગ આપણું દેશમાં જ દાખલ થએલો હોવો જોઇએ. ખરું જોતાં તો મૈર્યકાળના ઉદયની પહેલાંના હિંદુસ્તાનની સંસ્કૃતિમાં મુખ્યતઃ આર્યોને અને અસુરેનો જ અંશ હતો.
સાતમું પ્રકરણ
ઇતિહાસમાં અશકનું સ્થાન
અશોક જે વિવિધ પ્રવૃત્તિ સતત કરી રહ્યો હતો તે પ્રવૃત્તિને સંપૂર્ણ રીતે સ્પષ્ટ ખ્યાલ અત્યારસુધીમાં આપણે મેળવી લીધા છે. ઇતિહાસમાં અશોકનું ખરું સ્થાન કયું ગણુય ? એ નક્કી કરવાના હેતુથી આપણે તેના કામનો ચોક્કસ અંદાજ કાઢવાનો પ્રયત્ન હવે કરશું; પણ તેને આદર્શ અને તેના હેતુઓ નક્કી કરવાનો પ્રયત્ન આપણે ન કરીએ ત્યાં સુધી તેના કામનો વિગતવાર ખ્યાલ બાંધવાનું બની શકે તેમ નથી. અને આ બાબતમાં દિલ ખોલીને આપણને કાંઈ પણ કહ્યું છે ખરું ? અશેકે પોતાના મનના ઊંડાણમાં અનેક પ્રસંગે આપણને ઊતાર્યા છે તો પછી આ મહત્ત્વની બાબતમાં તે આપણું ઉપર વિશ્વાસ રાખીને આપણને કાંઈ જ ન કહે, એ માની શકાતું નથી. પોતાના છઠ્ઠા મુખ્ય શિલાલેખમાં તે કહે છે કે, “આખી દુનિયાના હિતથી વધારે ઉમદા ફરજ બીજી કોઈ નથી. વળી, જે કાંઈ જહેમત હું ઊઠાવું છું તે એવા હેતુથી કે, ભૂતોની પ્રત્યેના ઋણમાંથી હું મુક્ત થાઉં, તેઓમાંના કેટલાકને અહીં સુખી કરું, અને તેઓ પરલોકમાં સ્વર્ગે પહોંચે.” એ રીતે જોતાં, અશેકને આદર્શ માત્ર મનુષ્યની પ્રત્યે ભ્રાતૃભાવ” નથી, પણ “જીવતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com