________________
તે છે.
હિંદુસ્તાની
છે, કયારે માતા તે રાજા
૧૮૬ તેમ, તેમાં અહીંતહીં કેટલાક પ્રાંતિક ભેદ જોવામાં આવે છે તે પણ, તે ઈ. સ. પૂ. ૨૦૦ થી માંડીને નિદાન ઈ. સ. ૧૫૦ સુધીના ભારતવર્ષની હિંદુસ્તાની ભાષા હતી. હવે જે સવાલને જવાબ આપણે આપવાનું છે તે એ છે કે, કયારે અને શા કારણે તે રાષ્ટ્રભાષા થવા પામી ? અલબત્ત, અશોકના સમયમાં તો તે રાષ્ટ્રભાષા ન હતી. ઉત્તરાપથની બેલીથી મધ્યદેશની બેલી જેટલા અંશે જુદી પડે છે તેટલા જ અંશે ઉત્તરાપથની તેમ જ મધ્યદેશની બોલી દક્ષિણાપથની બેલીથી જૂદી પડે છે. એ રીતે અશોકનાં લખાણમાં એક બલી જોવામાં નથી આવતી, પણ ત્રણ બેલીઓ જોવામાં આવે છે. પરંતુ અન્ય અનેક લખાણમાં વપરાએલી “શિલાલેખોની પ્રાકૃતભાષા’ તે માત્ર એક જ ભાષા હતી. વળી, તે અશોકના સમયમાં હયાતીમાં આવી ન હતી, પણ તેની પછીના સમયમાં તે હયાતીમાં આવી હતી. એ ભાષા શાથી ઉત્પન્ન થઈ હશે, એનું તો માત્ર અનુમાન જ થઈ શકે છે. ધર્મોપદેશને લગતી અશોકની અથાગ ધગશના પરિણામમાં આખા હિંદુસ્તાનમાં અસાધારણ પ્રવૃત્તિ થઈ રહેલી હોવી જોઈએ. એક પ્રાંતથી બીજા પ્રાંતને જુદો પાડનારી બધી આડખીલીઓ દૂર થઈ હોવી જોઈએ, અને વિવિધ પ્રાંતની વચ્ચે પરસ્પર વ્યવહાર શરૂ થયો હોવો જોઈએ. એ પરસ્પર વ્યવહાર બહુ જ તીવ્ર હતો, અને તે વખતેવખત થતો રહેતો હતે; અને તેથી કરીને અશોકના મૃત્યુની પછી તુરત જ આખા હિંદુસ્તાનને માટે સમાન ભાષાની જરૂરિયાત બહુ જ જણાઈ હેવી જોઈએ. જે પ્રાંત ઉક્ત પ્રવૃત્તિનું કેંદ્રસ્થાન હતો-અને જેમાં પ્રાકૃતભાષાની માતા ગણાતી મહારાષ્ટ્ર ભાષા બોલાતી હતી–તે પ્રાંત ઉપર્યુક્ત નવીન જરૂરિયાતને પહોંચી વળવાના હેતુથી પોતાની સ્થાનિક બોલી કદાચ પ્રચલિત કરી હશે. એ રીતે એક કાળે પ્રાંતિક ગણાતી બેલી સાર્વલૌકિક ભાષાની સ્થિતિએ પહોંચી ગઈ. બૌહલેકના ગ્રંથે આખા હિંદુસ્તાનમાં સૌ કોઈ સમજી શકે તેટલા માટે તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com