________________
૧૮૫ ખાસ કરીને અશોકનાં લખાણોમાં જોવામાં આવતી એવી ખાસિયતોની સાથે સરખામણી કરતાં તે ખાસિયતો એટલી જુજજાજ જણાય છે કે, આપણું આ ગ્રંથના કામે આપણે તેમને નજીવી ગણીએ તે કાંઈ પણ વાંધો ન આવે. હવે સવાલ એ ઊભો થાય છે કે, આટલા મોટા વિસ્તારમાં ફેલાએલી એ ભાષા સાત સૈકાઓ સુધી સામાન્ય લેકના મેઢેથી ઉચ્ચારાઈ હોવા છતાં પણ અવનતિને કે ફેરફારને વશ ન થઈ, એ બને જ કેમ? અલબત્ત, એમ બની શકે જ નહિ. આપણું આ નિર્ણયને ચોક્કસ પૂરા એ છે કે, પ્રાકૃતભાષાઓના સાહિત્યના જે જૂનામાં જૂના નમૂનાઓ આપણી સમક્ષ આજે મોજૂદ છે તે–“હાલ” નામક લેખકે રચેલા અને જૂનામાં જૂનાં નાટકની પ્રાકૃત ભાષાના નમૂનાઓ-આ સમયના અંતભાગના કે તેની પહેલાંનાં થોડાં વર્ષના છે અને તેમ છતાં પણ તેઓમાં બેલીને લગતા જે ફેરફાર જોવામાં આવે છે તે ઘણે વધારે આગળ વધેલ હતો. ઉકત સર્વ લખાણોમાંની બોલી આટલા મોટા વિસ્તારમાં લગભગ સાત સૈકાઓ સુધી બોલાતી જીવંત લેકભાષા નહિ હોય; પણ આશરે ઈ. સ. પૂ. ૨૦૦ થી માંડીને ઈ. સ. ૪૫૦ સુધીની રાષ્ટ્રભાષા-પ્રાચીન હિંદુસ્તાનની “હિંદુસ્તાની 'ભાષા–તે હોય એમ સંભવિત છે. આજની હિંદુસ્તાની ભાષામાં પણ પ્રાંતિક ખાસિયત કાંઈ અજાણ નથી. ખરેખર, મહારાષ્ટ્રની હિંદુસ્તાની ભાષામાં મરાઠી ભાષાના શબ્દો અને મરાઠી ભાષાની વાક્યરચના જેટલા અંશે ઘુસી જવા પામ્યાં છે તેટલા જ અંશે ગુજરાતની હિંદુસ્તાની ભાષામાં ગુજરાતી ભાષાના શબ્દો અને ગુજરાતી ભાષાની વાક્યરચના ઘુસી જવા પામેલાં છે, અને મહારાષ્ટ્રની તેમ જ ગુજરાતની હિંદુસ્તાની ભાષા કાશીમાં બેલાતી હિંદુસ્તાની ભાષાથી જૂદી જ પડી આવે છે. આવું છે તે પણ, આધુનિક હિંદુસ્તાનની રાષ્ટ્રભાષા હિંદુસ્તાની છે, એની ના તે કઈ જ નહિ કહી શકે. “શિલાલેખોની પ્રાકૃતભાષાની
બાબતમાં પણ એમ જ હતું. શ્રીયુત ૐકે સાહેબે પ્રથમ જોયું હતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com