________________
૧૮૪ જાતની પાલિભાષામાં લખાએલા છે. તેમના મતે આથી એમ સાબીત થાય છે કે, ઈસ્વી સનના ૧૦૦ ના વર્ષ સુધી તે પાલિ ભાષા જ પ્રચલિત હતી. જે ભાષાનું વ્યાકરણ પાણિનિએ અને પતંજલિએ લખેલું તે સંસ્કૃતભાષા તો એ સમયની દેશી ભાષા ન જ હોઈ શકે, એમ તેઓ માની બેસે છે, પણ એમને આ અભિપ્રાય સ્વીકારી શકાય તેમ નથી. તેનું પહેલું કારણ તો એ છે કે, ઉપર આપણે કહી ગયા તેમ લગભગ અશોકના જ સમયનો નિદાન એક લેખ તો બેશક સંસ્કૃત ભાષામાં લખાએલ મળી આવેલ છે. વળી, બીજું કારણ એ છે કે, જુદાં જુદાં લખાણોની ભાષાના-કાંસના વિદ્વાન સેનાÁ સાહેબ જેને “શિલાલેખોની પ્રાકૃતભાષા” કહે છે તે ભાષાના -સંબંધમાં સેના સાહેબે જે કાંઈ કહ્યું છે તેનો વિચાર ઉક્ત વિદ્વાનોએ કરેલ લાગતા નથી. ગુજરાતથી અને પશ્ચિમ-કિનારાની ગુફાઓથી માંડીને કૃષ્ણનદીના મુખની પાસેના અમરાવતી સુધીના તથા ઉત્કલમાંની ખંડગિરિની ગુફાઓ સુધીના તેમ જ મધ્યહિંદુસ્તાનમાંના સાંચીથી અને ભારહતથી માંડીને મુંબાઈ-ઇલાકાની દક્ષિણદિશાની હદરૂપ વનવાસી સુધીના અને મદ્રાસ-ઈલાકાના કાંચી ( હાલના કાંજીવરમ) સુધીના વિસ્તારમાં એ બધાં લખાણ વેરાએલાં છે, એ હકીકત પ્રથમ તો આપણે ધ્યાનમાં રાખવાની છે. વળી, આપણે બીજી હકીકત ધ્યાનમાં રાખવાની છે તે એ કે, આશરે ઈ. સ. પૂ. ૨૫૦ થી માંડીને ઈ. સ. ૪૫૦ સુધીના લગભગ સાત સૈકાઓના ગાળાનાં એ બધાં લખાણો છે; અને તેમ છતાં પણ જૂનામાં જૂનાં લખાણોની અને છેક હમણુનાં લખાણોની વચ્ચે કાંઈ ખાસ ફેરફાર જોવામાં આવતો નથી. અલબત્ત, તે બધાં લખાણોમાં બેલીને લગતી જે કેટલીક ખાસિયતે જોવામાં આવે છે તે ખાસિયતે શ્રીયુત ઍટે કે સાહેબે બતાવેલી છે. જે પણ
૧. . એ., ૧૮૯૨, ૫. ૨૬૦.
૨. “ પાલિ એંડ સંસ્કૃત” (પાલિભાષા અને સંસ્કૃતભાષા), પૃ. ૧૧૦ અને આગળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com