________________
૧૮૩
પશ્ચિમના ક્ષત્રપવંશના રુદ્રદામાના સમય સુધી–તો સામાન્ય લોકો સંસ્કૃત ભાષા સમજી કે બેલી શક્તા નહિ, એવું સાબીત કરી આપનાર સંસ્કૃત ભાષામાં લખાએલ–એક પણ લેખ ઉક્ત સમય સુધીમાં મળી આવેલ નથી; એમ સ્વર્ગસ્થ ફલીટ સાહેબે આપણને ભાર દઈને કહ્યું છે. પરંતુ એ ભાષામાં લખાએલે ઉક્ત સમયને એક પણ લેખ મળી આવ્યો નથી, એમ કહેવું તદ્દન સાચું ન કહેવાય. રાજપૂતાનામાંના ઉદયપુર રાજ્યમાં ઘેસૂડીની વાવ છે તેમાં જે લેખ છે તે સંસ્કૃત ભાષામાં લખાએલે છે. આમ કહેવાનું ખાસ કારણ એ છે કે, તેમાં બે સ્થળે દ્વિવચનનું રૂપ વપરાએલું જોવામાં આવે છે. મ્યુલર સાહેબે ઉક્ત લેખને ઇસ્વી સનની પહેલાંના ૩૫૦ થી ૨૫૦ ના વચગાળાને કહ્યો છે. એ રીતે એ લેખ લગભગ અશોકના સમયનો જ કરે છે. પ્રાચીન સમયમાં આવા અનેક લેખે સંસ્કૃત ભાષામાં લખાયા હશે પણ આજે તેઓને પત્તો લાગતો નથીઃ એમ આપણે કહીએ તો કાંઈ ખોટું ન ગણાય. બ્રાહ્મણનાં મંદિરો વગેરેમાં જ આવા સંસ્કૃતલેખો લખાયા હશે, એમ કહી શકાય. બૌદ્ધલોકેના સ્તૂપ વગેરે તેમ જ જેનલોનાં દેહરાં વગેરે લોકોના નિવાસસ્થાનથી દૂર બંધાતાં તેમ બ્રાહ્મણનાં મંદિરે વગેરે લેકોના રહેઠાણથી આવે ન બંધાતાં ગામની કે શહેરની અંદર કે બાજુમાં બંધાતાં તેથી કરીને જ એ બ્રાહ્મણોનાં મંદિરોમાંના સંસ્કૃત-લેખ આજે સદાને માટે નષ્ટ થઈ જવા પામ્યા છે, એમ કહેવામાં કાંઈ હરક્ત નથી.
સ્વર્ગસ્થ ફલીટ સાહેબ અને અધ્યાપક હાઇસ ડેવિડ્ઝ સાહેબ એમ માને છે કે, ઈસ્વી સનની પહેલાંના ૩૦૦ ના વર્ષથી માંડીને ઇસ્વી સનના ૧૦૦ ના વર્ષ સુધીના બધા શિલાલેખો દેશી ભાષામાંથી ઊતરી આવેલી અને દેશી ભાષાને ઘણા અંશે મળતી આવતી એક
૧. જ. ૉ. એ. સે, ૧૯૦૪, પૃ. ૪૮૩. ૨. મે. આ. સ. , અંક ૪, પૃ. ૧૯.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com