________________
૧૮૨ આપણે કહીએ તે તે કાંઈ વધારે પડતું કહેવાય નહિ.”૧ અલબત્ત, જૂદા જૂદા ત્રણ પ્રાંતની–મધ્યદેશની તથા ઉત્તરાપથની અને દક્ષિણપથની-ત્રણ પ્રકારની ઉચ્ચારની ખાસિયત અશોકના સમયમાં હતી, અને એ રીતે તે સમયમાં ત્રણ મુખ્ય બેલીઓ બેશક પ્રચલિત હતી; પરંતુ એ બોલીના ભેદ ઉચ્ચારના અને પાઠના પ્રકાર દર્શાવે છે, એમ આપણે કબૂલ રાખીએ તે પછી આપણે એવો જ નિર્ણય કરી શકીએ છીએ કે, ઉક્ત શિલાલેખોની મૂળ ભાષા તો જે ભાષાનું વ્યાકરણ ઉક્ત વ્યાકરણુકાએ લખેલું છે તે જ ભાષા હોવી જોઈએ. અહીં પતંજલિની ટીકા યાદ આવે છે. તેણે કહ્યું છે કે, જે ભાષાનું વ્યાકરણ પાણિનિએ લખેલું તે ભાષા શિષ્ય બ્રાહ્મણો વ્યાકરણના અભ્યાસના અભાવે પણ સ્વાભાવિક રીતે જે ભાષા બોલતા તે જ ભાષા હતી. અહીં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, “અષ્ટાધ્યાયી નહિ શીખેલા જે બ્રાહ્મણ “અષ્ટાધ્યાયી”ના નિયમને અનુસરીને બેલતા તે બ્રાહ્મણ જ પતંજલિએ ઉલ્લેખેલા “શિષ્ટ' બ્રાહ્મણ હતા. ૩ આથી એમ સાબીત થાય છે કે, જે ભાષાનું વ્યાકરણ “અષ્ટાધ્યાયી” છે તે ભાષા ઇરવી સનની પહેલાં આશરે ૧૫૦ ના વર્ષ સુધી –પતંજલિના સમય સુધી–આર્યાવર્તના શિષ્ય બ્રાહ્મણની સ્વભાષા તરીકે ચાલૂ રહી હતી.
લેકેના જૂદા જૂદા વર્ગોમાં ભાષાના જે વિવિધ પ્રકાર ઘણુંખરું પ્રચલિત હતા તે વિવિધ પ્રકાર અશોકના સમયની બોલી દર્શાવે છે, એમ આપણે કબૂલ રાખીએ. પણ સવાલ એ થાય છે કે, શિષ્ટ બ્રાહ્મણની ભાષામાં લખાએલે એક પણ શિલાલેખ મળી આવ્યું નથી, એનું શું કારણ? ઈસ્વી સનના ૧૫૦ના વર્ષ સુધી
૧. જ. ર. એ. સે, ૧૯૦૪, પૃ. ૪૬૨.
૨. સ્વર્ગસ્થ રા. ગે. ભાંડારકરત “વિલ્સન ફાઈલોલોજિકલ લેક્ય”( વિલ્સન-સ્મારકનાં ભાષાશાસ્ત્રવિષયક ભાષણે), પૃ. ૨૫-૨૯૬
૩. જ. . એ. સે, ૧૯૦૪, ૫. ૪૭૯-૪૮૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com