________________
૧૮૧ ચિહ્ન છે. એવી માન્યતાઓ પણ ઘણે ગોટાળો કરી મુકેલ છે. કેટલાક ભાષાશાસ્ત્રીઓએ પૂર્વગ્રહ બાંધીને જે ગોટાળો ઉપસ્થિત કરી ફેલાવી દીધો છે તેને આપણું મગજમાંથી દૂર કરી દઈને આપણે સંભાળપૂર્વક વિચાર કરશું તે આપણને માલૂમ પડશે કે, મૌર્યરાજ અશોકનાં લખાણોની ભાષા અને પાણિનિએ તથા કાત્યાયને અને પતંજલિએ જે ભાષાનું વ્યાકરણ લખ્યું છે તે ભાષા એ ને એ જ છે. અહીં માત્ર એટલે જ ફેર છે કે, અશેકનાં લખાણમાં એ ભાષાનું પ્રાકૃત રૂપ દેખા દે છે ત્યારે ઉક્ત વ્યાકરણકારોનાં લખાણમાં એ ભાષાનું સંસ્કૃત રૂપ દેખા દે છે. અશોકના ચૌદ મુખ્ય શિલાલેખો પૈકીના ગિરનારના શિલાલેખમાંના નવમા શાસનને નાને ફરે નમૂના તરીકે અહીં આપણે લેશું:
देवान-पियो प्रियदसि राजा एवं आह । अस्ति जनो उचावचं भंगलं करोते आबाधेसु वा आवाहविवाहेसु वा पुत्रलाभेसु वा प्रवासंम्हि वा । एतम्हि च अजाम्हि च जनो उचावच मंगलं करोते ॥
અહીં આપણે ઉચ્ચારને લગતી અમુક ખાસિયત જતી કરીએ તે, જે ભાષાનું વ્યાકરણ પાણિનિએ અને પતંજલિએ લખ્યું છે તે ભાષા ઉપલા શિલાલેખની ભાષા નથી, એમ કહેવું અઘરું થઈ પડશે. આપણું દેશની કોઈ પણ દેશી ભાષા બોલતા કઈ વિદ્વાન પંડિતને આપણે સાંભળશું અને કઈ ગામડિયાને આપણે સાંભળશું તે ઉપરના દાખલામાં બેલીનો જે ભેદ જોવામાં આવે છે તેના કરતાં વધારે ભેદ આપણું જોવામાં આવશે. શ્રીયુત એફ. ડબલ્યુ. થોમસ સાહેબ નિષ્પક્ષપાત વિદ્વાન મનાય છે. તેણે પણ કહ્યું છે કે, “મૂળ ભાષાને વિચાર કરતાં ઉક્ત શિલાલેખમાં જે પાઠફેર જણાય છે તેના કરતાં વધારે પાઠફેર મૂળ ભાષાનો વિચાર કરતાં હાલની બલાતી તેમ જ લખાતી અંગ્રેજી ભાષામાં જોવામાં આવે છે, એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com