________________
૧૮૭
એ જ સાવલૌકિક ભાષા વપરાઈ, અને દરબારી ભાષા અગર રાજભાષા તરીકે તેને સ્વીકાર સર્વત્ર થયો તેમ જ બીજા ધર્મોના લેકેએ પણ તેને સ્વીકાર કર્યો. દાખલા તરીકે, વિદિશાનગર(બેસનગર)ના સુપ્રસિદ્ધ થાંભલાની ઉપર કોતરાએલ વૈષ્ણવ શિલાલેખ તથા વિવિધ બ્રાહ્મણ ગણુવતે સાતકર્ણને નાનાઘાટને ગુહાલેખ અને સાતવાહન-વંશના ગૌતમીપુત્ર સાતકર્ણનાં તથા વસિષ્ઠીપુત્ર પુલુમાવિનાં રાજશાસનો શિલાલેખોની પ્રાકૃતભાષા– માં જ લખાએલાં છે. દક્ષિણદેશના બૌદ્ધગ્રંથમાંની પાલિભાષા જ આ “શિલાલેખની પ્રાકૃતભાષા હતી, એમ આપણે ખુશીથી કહી શકીએ. ૧
૧. કલકત્તાની વિદ્યાપીઠની સમક્ષ ઈ. સ. ૧૯૧૯ માં શ્રીયુત દે. રા. ભાંડારકરે જે બે વ્યાખ્યાને આપ્યાં હતાં તે બે વ્યાખ્યામાંથી આ બધી ચર્ચા અહીં ઊતારી લેવામાં આવેલી છે. એ વ્યાખ્યાનમાં એમણે એવો અભિપ્રાય પ્રતિપાદિત કર્યો હતો કે, જેને “ગાથાની બોલી ” કહેવામાં આવે છે તે કુશનવંશના સમયના શિલાલેખેની મિશ્ર સંસ્કૃતભાષા જ છે. ઈસ્વી સનની પહેલાંની પહેલી સદીથી માંડીને ઈસ્વી સનની ત્રીજી સદી સુધીમાં બ્રાહ્મણધર્મની ચઢતી કળાને લઈને બ્રાહ્મણેતર જ્ઞાતિઓ પણ સંસ્કૃતભાષાને અભ્યાસ મેટા પ્રમાણમાં કરતી થઈ હતી, અને સાહિત્યના વાહન તરીકે પાલિભાષા નાબૂદ થઈ ગઈ ન હતી. એવા એ સમયના શિષ્ટ લોકોની સ્વભાષા તરીકે ઉક્ત ગાથાની ભાષા ને ઓળખાવી શકાય નહિ તો પણ તેમની બોલાતી ભાષા તરીકે તે તેને જરૂર ઓળખાવી શકાય. આ જ કારણે કેટલાક બૌદ્ધગ્રંથે એ ભાષામાં લખાએલા જોવામાં આવે છે. કુશનવંશના સમયમાં ઉત્પન્ન થએલી બૌદ્ધ જાતિઓના લોકોએ શિષ્ય જનના મુખે બોલાતી ભાષામાં પોતાના ગ્રંથો લખ્યા, એ સ્વાભાવિક હતું. ઇસ્વી સનની ત્રીજી સદી સુધી આવા ફેરફાર થતા ચાલૂ રહ્યા. એ વખતે સામાન્ય વ્યવહારમાં સંસ્કૃતભાષાનો ઉપયોગ સર્વત્ર થવા લાગ્યો, અને સાહિત્યના વાહન તરીકેનું પિતાનું સ્થાન તેણે લઈ લીધું. એ વખતે જે બૌદ્ધતિએ હયાતીમાં આવી તે બૌદ્ધજાતિઓના લેકે એ કેવળ સંસ્કૃત ભાષામાં જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com