SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ કે, અશોકનાં લખાણોમાં કઈ પણ સ્થળે સમાન વર્ગોનું ધિત્વ જોવામાં આવતું નથી. દાખલા તરીકે, અસ્થિ (સંસ્કૃત ભાષાના અતિ)ના અને રબ્બ(સંસ્કૃત ભાષાના સર્વ)બદલામાં માત્ર “શિ અને “સવ' જ જોવામાં આવે છે. પરંતુ આ કાંઈ અશોકનાં લખાણની જ ખાસિયત નથી. ઈસ્વીસનની ચોથી સદી સુધીમાં પ્રાકૃત ભાષામાં લખાએલાં લખાણો પૈકીનું ભાગ્યે જ કોઈ લખાણ કોતરતાં એવી જાતનું ધિત્વ કરેલું જોવામાં આવે છે. બીજી ખાસિયત એ છે કે, શાહબાઝગઢીમાંથી અને મનશહરમાંથી મળી આવેલા અશોકના ચૌદ મુખ્ય શિલાલેખો કોતરનારે દીર્ધ અને હૃસ્વ સ્વરેને ભેદ જાળવ્યો નથી. આ પણ કાંઈ અશોકનાં લખાણોની જ ખાસિયત નથી. ખરેણી લિપિમાં પાછળના સમયમાં તિરાએલાં બધાં લખાણોમાં પણ આ ખાસિયત જોવામાં આવે છે. ઉપલી બે બાબતને જ અશોકનાં લખાણોની જોડણીની ખાસિયત તરીકે ગણાવી શકાય તેમ છે. આપણે તેમને બાજુએ રાખીએ તે અશકની ધર્મલિપિઓમાં ઉચ્ચારને અનુસરીને જ લખાણ થએલું છે, એમ આપણે ખુશીથી કહી શકીએ. હવે એ સવાલ ઊભો થાય છે કે, બોલીને લગતી શી ખાસિયતો અશોકનાં લખાણોમાં જોવામાં આવે છે? અશેકના સમયમાં બેલીઓ હયાત હતી, એ પૂરાવો તેનાં લખાણમાંથી મળી આવે છે ખરો? આ સવાલનો જવાબ આપવાનો પ્રયત્ન હવે આપણે કરશું. અશોકના સાત મુખ્ય સ્તંભલેખે આપણે જોયું તો આપણને ચોક્કસ જણાશે કે, તે સૌમાં એક જ બોલી વપરાએલી છે, અને અમુક ખાસિયત પણ એકસરખી રીતે એ સૌમાં જોવામાં આવે છે. શ્રીયુત સેના સાહેબે એ ખાસિયતો બહુ સારી રીતે વર્ણવેલી છે. એ લેખમાં “ કે ' જેવામાં આવતો નથી પણ “' જોવામાં આવે છે. શરૂઆતના બજને રૂખસદ આપવામાં ૧ છે. અ, ૧૮૯૨ પૃ. ૧૭૧ અને આગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy