SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ એ રીતે કાંઇક લખાણ છે, અને એ લખાણના અક્ષરા અશાકના સમયના અક્ષરાને બહુ મળતા આવે છે. ૧ એ રીતે બ્રાહ્મી લિપિની ઉત્પત્તિની ચર્ચા ઐતિહાસિક કાળને લગતી નથી રહેતી પણુ પૂર્વે તિહાસિક કાળને લગતી મતી જાય છે. આમ છે તે યાગ્ય જ છે; કારણ કે, આજે યુરોપમાં પણ બધી સેમિટિક તેમ જ અન્ય લિપિનું મૂળ પૂવૈતિહાસિક સમયમાં શોધાઇ રહ્યું છે. પૂર્વતિહાસિક મનુષ્યે વર્ણમાળાને શાષ કરેલા, એ વાત હવે ધીમેધીમે સ્વીકારાતી જાય છે. પૂવૈતિહાસિક ચીત્તેના ઉપર થયેલાં લખાણામાંના નિદાન આઠ વર્ષોં અશેાકના સમયની વ માળામાંના વર્ણને મળતા આવે છે તેા પછી આપણે એમ જ માનવું જોઈએ કે, બ્રાહ્મી લિપિ આપણા દેશમાં જ પૂર્વતિહાસિક સમયમાં જન્મી હતી. ઈસ્વીસનના પહેલાં આશરે ૮૦૦માં જન્મેલી સેમિટિક લિપિની સાથે બ્રાહ્મી લિપિને સબંધ જોડવા, એ કાઇ પણ રીતે યાગ્ય નથી. ૨ હવે અશેાકના સમયની ભાષાની સ્થિતિના પ્રશ્ન આપણે વિચારવાના છે. અશાકની ધમિલિપમાં જોડણીને લગતી જે એ ખાસિયતા જોવામાં આવે છે તેમના વિચાર કરીને પછી ઉપલે પ્રશ્ન આપણે હાથમાં લેશું; કારણ કે, આપણે તેમ ન કરીએ તે ખોલીને લગતી ખાસિયતાની સાથે જોડણીને લગતી ખાસિયતાના ગોટાળા થઇ જવાના સભવ રહે છે. પહેલી ખાસિયત તે એ છે ૧. શ્રીયુત દે. રા. ભાંડારકરને આ અભિપ્રાય પાછળથી છેક જ ખાટા કર્યાં છે. એ પથરા ઊંધા પડેલા તેથી એમને આવા ભ્રમ થએલો. પશુ એ પથરાને છતે કરી વાંચતાં એમની ગભીર ભૂલ સાબીત થઈ છે; અને તેથી આ દલીલ હવે અહી" અસ્થાને છે. ભસારા ૨. સ. આ. મુ. સી. યુ. વા. ૩, ભાગ ૧, પૃ. ૪૯૩ અને આગળ, ૩. એ., ૧૯૧૯, પૃ. ૫૭ અને આગળ; જ. એ. સા. મૈં, ૧૯૨૧, પૃ. ૨૦૯ અને આગળ; કલકત્તા રીન્યુ,” ૧૯૨૩, અને આગળ પૃ. ૩૫૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy