________________
૧૭ છે કે, ઉત્તરદિશાના સમાઇટ ની લિપિમાંથી બ્રાહ્મી લિપિ ઊતરી આવેલી છે. ઉત્તરદિશાના સેમાઈટ લેકેની લિપિ જૂનામાં જૂની શનિસિયન વર્ણમાળા છે; અને તે ઈસ્વીસનની પૂર્વે આશરે ૮૫૭ના સમયની છે, એમ મનાય છે. બ્રાહ્મી લિપિ સેમિટિક લિપિમાંથી ઊતરી આવેલી છે, એ વાતનો ઈનકાર કરતાં કનિંગહામ સાહેબે જે મજબૂતમાં મજબૂત દલીલ રજૂ કરી હતી તે એ હતી કે, બ્રાહ્મી લિપિ તે ડાબી બાજુએથી જમણી બાજુએ લખાય છે, પણ સેમિટિક લિપિઓ તે જમણી બાજુએથી ડાબી બાજુએ લખાય છે. પરંતુ ખુલ્ફર સાહેબે ખાત્રી કરાવનારી સાબીતી આપી છે કે, બ્રાહ્મી લિપિ પણ શરૂઆતમાં જમણી બાજુએથી ડાબી બાજુએ લખાતી હતી. એ પદ્ધતિના કાંઈક અંશો અશેકનાં લખાણોમાં પણ જોવામાં આવે છે. દાખલા તરીકે, તેની કેટલીક ધર્મલિપિઓમાં ધ' તથા “ત' અને ' વગેરેના જેવા કેટલાક વર્ષો ઊંધા લખેલા જોવામાં આવે છે. એ લેખમાં કેટલાક જોડાક્ષરે પણ ઊંધા લખેલા જોવામાં આવે છે. દાખલા તરીકે, “જના તથા “તના અને શેના બદલામાં “” તથા “સ્ત્ર અને “ લખેલા જોવામાં આવે છે. મૂળે બ્રાહ્મી લિપિ જમણી બાજુએથી ડાબી બાજુએ લખાતી હશે તેના આ અવશેષ છે, એમ કહી શકાય છે. એ રીતે બ્રાહ્મી લિપિની ઉત્પત્તિ સેમેટિક’ લિપિમાંથી થએલી છે, એ વાત છેક હમણું સુધી સ્વીકારાતી આવતી હતી. પણ એક વર્ષના પહેલાં નિઝામ સરકારના રાજ્યમાંથી પૂર્વેતિહાસિક સમયનાં માટીનાં વાસણ મળી આવ્યાં અને તેમના ઉપરનાં લખાણને અભ્યાસ થયા ત્યારે ઉપલી વાત જૂઠી કરી. અશોકના સમયની વર્ણમાળામના અક્ષરોની સાથે ઉક્ત વાસણની ઉપરનાં લખાણોમાંના નિદાન પાંચ અક્ષરે બરાબર મળતા આવે છે. વળી, કલકત્તાના ઇડિયન મ્યુઝીઅમ(પ્રાચીન વસ્તુઓના સંગ્રહસ્થાન)માં પૂર્વતિહાસિક સમયનો એક
પથરો પડેલો છે તેના ઉપર પાસેપાસે ત્રણ ખાયા છે તે દેખીતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com