________________
૧૬૪ આર્યાવર્ત (મધ્યદેશ)નાં રીતિરિવાજોનું એકીકરણ થએલું મનાય છે. બૌદ્ધાયનધર્મસૂત્રમાં કહ્યું છે કે, ઉત્તર દિશાનાં રીતિરિવાજે ઉત્તરહિંદુસ્તાનમાં પળાવાં જોઈએ, અને દક્ષિણદિશાનાં રીતિરિવાજે દક્ષિણ–હિંદુસ્તાનમાં પળાવાં જોઈએ. પરંતુ વસિષધર્મસૂત્રમાં કહ્યું છે કે, આર્યાવર્તમાં મંજુર રખાએલાં રીતિરિવાજો સર્વત્ર પ્રમાણ તરીકે સ્વીકારાવાં જોઈએ. બધી સ્મૃતિઓએ મોરના માંસને અવિહિત ગયું હતું ત્યારે મધ્યદેશને લગતા બૌદ્ધાયને અને વસિષ્ઠ તેમ કર્યું ન હતું, એ હકીક્તની સાથે ઉપલી હકીકતને મેળ મળે છે. આપણા દેશના સંબંધમાં આપણે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, બૌદ્ધપંથની અને જેનપંથની સતત વધતી જતી અસરને લઇને ફલાહારની દિશામાં સૌનું વલણ સતત વધતું જતું હતું, અને તેથી, પ્રથમ વિહિત મનાએ ખેરાક પાછળથી અવિહિત મનાય, એ સંભવિત હતું; પણ પ્રથમ અવિહિત મનાએ ખોરાક પાછળથી વિહિત મનાય, એ તે બને તેમ હતું જ નહિ. બૌદ્ધાયને તેમ જ વસિષ્ઠ પાંચનની પ્રાણીઓ –સાહુડી અને કાચબો- ખાવામાં વાપરવાની છૂટ આપેલી છે; પણ ડુક્કરની બાબતમાં તે તેમને અભિપ્રાય ઢચુપચુ છે. પરંતુ અશોકના સમયમાં તે ડુક્કર તેમ જ સાહુડી અને કાચબો અવિહિત મનાતાં હતાં. આ બધી ચર્ચા ધ્યાનમાં લેતાં તો આપણે કહી શકીએ કે, અશોકના સમયની પછી જ ધર્મસૂત્રો રચાયાં હોવાં જોઈએ.
સમાજજીવનના સંબંધમાં બીજી રસભરી બાબત “સ્ત્રીઓની સ્થિતિ” છે. સાધારણ રીતે એમ મનાય છે કે, પ્રાચીન કાળમાં તે આપણું દેશમાં સ્ત્રીઓને એકાંતવાસ અજાણ્યો જ હતો. વળી, એમ પણ મનાય છે કે, મુસલમાનેએ જ આપણા દેશમાં પડદાનો રિવાજ દાખલ કરેલે છે. પરંતુ આ માન્યતા છેક જ ભૂલભરેલી છે. ભાસનાં
૧, ૧, ૧, ૨, ૧-૧. ૨. ૧, ૧૦,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com