________________
અને કાળિદાસનાં નાટકનો અભ્યાસ કરતાં આપણું ખાત્રી થાય છે કે, તેમના સમયમાં તે પડદાનો રિવાજ પ્રચલિત હતા જ. ઈસ્વીસનની ત્રીજી સદીમાં થઈ ગએલા વાત્સ્યાયનના “ કામસૂત્ર”થી પણ આ વાતને મજબૂત ટકે મળે છે. પરંતુ ઈસ્વીસનના પહેલાંના સમયમાં પણ એ રિવાજ પ્રચલિત હતું, એમ કહી શકાય છે. આપણે જોઈ ગયા છીએ કે, અશોકે પિતાના “નવય' (ઝનાના)ને ઉલ્લેખ કરે છે. કૌટિલ્યકૃત “અર્થશાસ્ત્રમાં પણ એ જ અર્થવાળે “સંતપુર” શબ્દ વપરાએલે છે. જે અંત:પુર કેવી રીતે બાંધવું તેમ જ બહારના લેકેથી તેને કેવી રીતે રક્ષવું. એ બાબતની સૂચનાઓ પણ કૌટિલ્ય પિતાના એ ગ્રંથમાં આપેલી છે. વળી, “રામાયણમાં પણ સ્ત્રીઓના એકાંતવાસના રિવાજના અનેક ઉલ્લેખ થએલા છે. આ બાબતનો જૂનામાં જૂને ઉલ્લેખ પાણિનિએ (૩, ૨, ૩૬ માં) કરેલ છે. તેણે “ગઈકા ” શબ્દ વાપરે છે. “કાશિકામાં તેની સમજૂતી આમ આપી છે મજૂપિયા અગર (સૂર્યને ન જેનારી રાણુઓ). “કાશિકાએ પરંપરાગત દાખલો આપતાં આમ કહ્યું હોય તે એને અર્થ એટલે જ થાય કે, પાણિનિના સમયમાં રાણાએ એટલે બધે સખત ઝનાનો પાળવો પડશે કે, સૂર્યને પણ જોવાની તક તેમને મળતી નહિ
વળી, માંદગીના અને લગ્નના તેમ જ પુત્રલાભના અને મસાકરીના તથા અન્ય પ્રસંગે કરવામાં આવતાં મંગળાના ઉલેખ પોતાના નવમા મુખ્ય શિલાલેખમાં કરતાં અશોકે કહ્યું છે કે, “છીનતિ ઘણાં અને ઘણી જાતનાં, (પરંતુ) સુદ અને અર્થહીન મંગળો કરે છે.” જૂના વિચારની હાલની હિંદુ-મીઓ પણ લગભગ
૧. સ. આ. મુ. સિ. ન્યુ. વ. ૩, ભાગ ૧, પૃ. ૩૩૭ અને ૩૫૯-૩૬૦.
૨, પૃ. ૪૦ અને આગળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com