________________
૧૬૩ વિહિત ગણેલાં પ્રાણુઓ; અને (૨) અમુઅમુક સ્મૃતિએ વિહિત ગણેલાં પ્રાણીઓ. સર્વ સ્મૃતિકાએ કફટ (કાચબો) અને ડુદિ (કાચબી) તથા સયક (સાડી) વિહિત ગયાં છે ત્યારે અશકે તેમને અવિહિત ગણ્યાં છે. બીજા વર્ગના પ્રાણીને એક જ દાખલે મળે છે. અશે કે સ્ટ? (ડુક્કર) અવિહિત ગયું છે ત્યારે યાજ્ઞવક તથા ગૌતમે તેમ જ મનુએ અને આપસ્તબે તેને વિહિત ગયું છે, અને વસિષ્ઠ તથા બૌદ્ધાયને તેની બાબતમાં શંકા ઉઠાવેલી છે. અહીં બહુ જ ઝીણુ વિગતમાં ઊતરવાને ઈરાદે આપણે રાખ્યો નથી. અન્યત્ર જ તેનું વિવેચન વિસ્તારપૂર્વક કરી શકાય. પરંતુ આના સંબંધમાં એક રસિક બાબતને આપણે ઊખી ન શકીએ. જે પ્રાણુઓનો વધ અશકે તદ્દન બંધ કરેલે પણ સ્મૃતિઓએ જેમને ખાવાના કામે અમુક અંશે કે પૂર્ણ અંશે વિહિત ગણેલ તે પ્રાણીઓની યાદીને વિચાર અત્યારસુધીમાં આપણે કરી ગયા. પરંતુ ઘણુંખરી
સ્મૃતિઓએ અવિહિત ગણેલું- પણ અશોકના સમયમાં ખાવાના કામે વપરાતું- પ્રાણું પણ હતું. અલબત્ત, અહીં આપણે “મોરની વાત કરીએ છીએ. મધ્યદેશના લોકોને મોરનું માંસ બહુ ભાવતું હતું. બધા જીવોની રક્ષા કરવાનું કામ અશકે ઊપાડી લીધેલું તે પણ ઘણું કાળ પયત મોરને વધ તે દરબારી રસેડામાં થતો હતા. પરંતુ એક ધર્મસૂત્ર સિવાયનાં બધાં ધર્મસૂત્રોએ મેરના વધના પાપમાંથી છૂટવાને માટે તપ કરવાની આજ્ઞા કરેલી છે.
જુદાંજુદાં ધર્મસૂત્રોના સમયની અને આધુનિક બંધારણની ચર્ચામાં ઊતરવુંઃ એ આ પ્રકરણને હેતુ નથી. પરંતુ અશોકના લેખવાળા બધા જ થાંભલાઓ મધ્યદેશમાંથી મળી આવેલા છે તેથી એમ ફલિત થાય છે કે, વિહિત કે અવિહિત રાકને લગતી જે ચીજો તેમાં ગણાવેલી છે તે ઉક્ત દેશને ઉદ્દેશીને ગણાવાએલી હોવી જોઈએ. ધર્મસુત્રો પૈકીના બૌદ્ધાયનધર્મસૂત્રમાં અને વસિષધર્મસત્રમાં
૧. જુઓ પૃ. ૧૫-૧૬
-
--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com