________________
૧૬ર
સામાજિક જીવનના સંબંધમાં પણ અશોકની ધર્મલિપિઓમાંથી રસભરી માહિતી મેળવી શકાય છે. હિંદુસમાજજીવનની સાથે સંબંધ ધરાવતી અનેક, મહત્ત્વની બાબતો પૈકીની એક બાબત તો “શાસ્ત્રોએ વિહિત કે અવિહિત ગણેલા ખોરાકને વિચાર ” છે. જે પ્રાણીઓના તથા પક્ષીઓના અને માછલીઓના વધની બંધી અશોકે પોતે કરેલી તેમનાં નામ પિતાના પાંચમા મુખ્ય સ્તંભલેખમાં તેણે ગણાવેલાં છે, એ આપણે જાણીએ છીએ. તેમાંનાં કેટલાંક નામો તે તદ્દન અજાણ્યાં છે; પણ બીજા કેટલાક નામ આપણને જાણીતાં છે. તેમના સંબંધમાં અશોક કહે છે કે, તેમને ખાવામાં વાપરવામાં આવતાં નથી તેમ બીજો કોઈ ઉપયોગમાં લેવામાં આવતાં નથી”. અહીં “ બીજા કોઈ ઉપયોગમાં લેવામાં આવતાં નથી ” એવું કહીને અશોક શું કહેવા માગે છે? એ બરાબર સ્પષ્ટ થતું નથી. જે પ્રાણીઓને ખાવામાં વાપરવામાં આવતાં નહિ તે પણ દવાદારૂના અને શણગારના કામે જેમનો વધ કરે પડતો તે પ્રાણીઓને ઉલ્લેખ ઘણું કરીને તે અહીં કરતો હશે, એમ લાગે છે. આવાં પ્રાણુઓની જે યાદી અશેકે આપેલી છે તે યાદીની સાથે ધર્મસૂત્રોએ કે ધર્મસંહિતાઓએ ખાવાના કે વધના કામે વિહિત કે અવિહિત ગણેલાં પ્રાણીઓની યાદીની સરખામણ આપણે કરશું તે આપણને બહુ નવાઈ લાગશે. અલબત્ત, કેટલાંક પ્રાણુઓને તે અશકે તેમ જ ધર્મશાસ્ત્રોએ અવિહિત ગણેલાં છે. દાખલા તરીકે, મૂક (પોપટ); સારિકા; ચક્રવાક અને હંસ. ૧ પરંતુ બીજા કેટલાંક પ્રાણુઓ અશોકના સમયમાં અવિહિત હતાં ત્યારે સ્મૃતિકાએ વિહિત ગણ્યાં હતાં. અહીં પણ પાછા બે વર્ગો પડે છે–(૧) સર્વ સ્મૃતિકાએ
૧. “ એનિમલ્સ ઈન ધી ઈસ્ક્રિપ્શન્સ ઑફ પિયસિ”(પિયદસિની ધર્મલિપિઓમાંનાં પ્રાણીઓ) નામક વિદ્વાન લઘુલેખ શ્રીયુત મનમોહન ચકતએ લખેલો છે તે આના સંબંધમાં ખાસ મનનીય છે. (મે. એ. સે. મેં, પુ. ૧, સં. ૧૭)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com