SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ બધા એકાકાર થઈ ગયું હતું કે, માત્ર કર્મ જ મહત્વનું અને ફળદાયી ગણાતું હતું અને આત્મદેવની પૂજાના સંબંધમાં તેમ જ તેની સાથેના એકના સંબંધમાં છેડે જ વિચાર કરવામાં આવતો હતા : એ વાત ખરી છે; પરંતુ પરલેકના જીવનના પરત્વે જ આ વાત સાચી ઠરે છે. આ લેકના જીવનનું શું? પ્રાચીન કાળના હિંદુઓ ઐહિક સુખને માટે અને આનંદને માટે બેદરકાર રહે એટલા બધા તત્વજ્ઞાની અને દુનિયાદારીથી વિમુખ હોય, એ માની શકાતું જ નથી. પોતાના નવમા મુખ્ય શિલાલેખમાં અશોક કહે છે કે, “માંદગીમાં, લગ્નપ્રસંગે, પુત્રલાભના પ્રસંગે અને મુસાફરીમાં લેકે, અનેક (શુભ) મંગળો કરે છે. આ અને આવા બીજા પ્રસંગે લેકે અનેક મંગળ કરે છે. પરંતુ આ બાબતમાં ત્રીજાતિ ઘણાં અને ઘણી જાતનાં, (પરંતુ) શુદ્ર અને અર્થહીન મંગળ કરે છે.” આ વર્ણન અશેના સમયના લેકની માન્યતાને સારે ખ્યાલ આપે છે. પાલિભાષાના બૌદ્ધગ્રંથોમાં જે યક્ષે તથા ચા તેમ જ ગંધર્વો અને નાગો ઇત્યાદિને લગતી હકીકત આપણા જેવામાં આવે છે તે સૌની પૂજા અશોકના સમયમાં ચાલુ હશે, એવું અનુમાન આપણે ઉપલી હકીકતના આધારે કરી શકીએ છીએ. આ ધર્મમંગળો કરવાનો શોખ ખાસ કરીને સ્ત્રીઓને વધારે હતું, એવું અશોકે કહ્યું છે તે ખરું છે; એમ ઉક્ત બૌદ્ધગ્રંથોના આધારે બતાવી આપવાનું કામ કાંઈ અશક્ય નથી. લેકેની આ માન્યતાની સામે અશોક કોઈ જાતને વિરોધ કરતો ન હતો. તે કહે છે કે, “અલબત, મંગળે તે કરવાં જોઈએ. પણ આવી જતનું મંગળ થોડું જ ફળ આપે છે.” આવાં મંગળોની સરખામણી - ધર્મમંગળની સાથે કરતાં તે આના સંબંધમાં જ કહે છે કે, આ લોકમાં ઉક્ત મંગળનું ફળ સંશયભર્યું છે ત્યારે ધર્મમંગળે કળથી અબાધિત છે અને નિદાન પરલેકમાં બેશક અનંત પુણ્યને પ્રસવનારાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy