________________
૧૫૦
ઈસપની વાતેના ઉપર અને બાઇબલના કેટલાક ભાગના ઉપર હિંદી અસર થએલી છે, એવો વહેમ તે લાંબા સમયથી પડતો આવ્યું છે. બહુ જ જૂના સમયથી પૂર્વ દિશામાંના અને પશ્ચિમદિશામાંના પ્રદેશોની વચ્ચે આ વિચારવિનિમય થતે આવ્યો હતું તે પછી, માત્ર બૌદ્ધપંથમાંના જ મુખ્ય વિચારે પશ્ચિમદિશામાંના દેશોને અનાત રહેલા, એમ આપણે માનવું, શું? પરંતુ, એ પ્રદેશોમાં ભિક્ષુઓએ બૌદ્ધપંથને ઉપદેશ કરેલ એમ બૌદ્ધગ્રંથમાં તે કોઈ સ્થળે કહ્યું નથી. પરંતુ અશોકના પોતાના જ સ્પષ્ટ કથનના આધારે આપણે એટલું તે જાણીએ છીએ કે, બુદ્ધના ધર્મને પ્રચાર કરવાના હેતુથી તેણે પિતે પિતાના અમલદારને પોતાના સમકાલીન યવનરાજાઓના દરબારમાં પોતાના દૂત તરીકે મોકલેલા હતા. તે પછી, ધર્મોપદેશને લગતી અશોકની પ્રવૃત્તિઓને લઇને જ પશ્ચિમએશિયામાં બૌદ્ધપંથનો ફેલાવો થએલે, એમ કહેવામાં જરા પણ શંકાને સ્થાન રહી શકે ખરું ? બૌદ્ધપંથે એ રીતે ખ્રિસ્તી ધર્મના ઉપર અસર કરેલી છે તેથી કરીને ખ્રિસ્તી ધર્મ તે બૌદ્ધપંથનું
તરતા પ્રકારનું રૂપ છે, એ નિર્ણય કઈ રીતે કરી શકાતું નથી. આમ કહીને ખ્રિસ્તી ધર્મની નવીનતાને તેમ જ સુંદરતાને અને સચ્ચાઈને છીનવી લેવાનો હેતુ નથી. શ્રીયુત પોલ કેરસ સાહેબ કહે છે તેમ, “ખ્રિસ્તી ધર્મનાં તો પૈકીનું કોઈ પણ તત્ત્વ તદ્દન નવીન નથી. તેમ છતાં પણ તેમાં સૌનું ઐકય એવું કાંઈક વિશેષ છે કે, એકંદરે તે તે બેશક નવીન છે, અને નિદાન પશ્ચિમ દેશોમાં તે પૂર્વના સર્વ યુગોથી એકદમ જૂદા પડી આવતા યુગની શરૂઆત તેનાથી થએલી છે.”
વળી પશ્ચિમ-એશિયાના સૌથી વધારે મહત્ત્વના મનાતા ખ્રિસ્તી ધર્મના ઉપર જ બૌદ્ધ થની અશકનીય અસર થએલી, એમ
૧ “બુદ્ધીઝમ એડ ઈટ્સ ક્રિશ્ચિયન ક્રિટિકસ” (બૌદ્ધપંથ અને તેના ખ્રિસ્તી ટીકાકારે), . ૧૫-૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com