________________
૧૪૯
મળતાપણું કાંઈ અચાનક ન જ બની આવે. આશરે પચીસ વર્ષના પહેલાં એફ. મેકસ મ્યુલર સાહેબે બહુ બોધદાયક ભાષણ આપેલું તેને સારાંશ આપીને જ અહીં તે આપણે સંતોષ માનશું. તે કહે છે કે, “રેમન કેથેલિક” પંથના બે ધર્મોપદેશક તિબેટમાં મુસાફરી કરતા હતા ત્યારે તેમના પોતાના કર્મકાંડની અને બૌદ્ધભિક્ષુઓના કર્મકાંડની વચ્ચેનું મળતાપણું જેઈને તેઓ ચમક્યા. એ કારસ્તાન શયતાનનું હોવું જોઈએ, એમ તેમણે કહ્યું. પરંતુ કુદરતી કારણેથી મળતાપણું ઉત્પન્ન થઈ શકતું હોય, તો પછી કોઈ પણ જાતનો ખુલાસો શોધવાનું રહેતું નથી. ઈસ્વીસનના સાતમા સૈકાના મધ્યભાગથી માંડીને આઠમા સૈકાના અંતભાગ સુધીમાં ખ્રિસ્તી ધર્મોપદેશા ચીન દેશમાં પ્રવૃત્તિ કરી રહ્યા હતા. એ વાતની સાક્ષી ઇતિહાસ પિતે પૂરે છે. ઉક્ત મળતાપણાનો ખુલાસે આમ કાંઈક સંતોષકારક રીતે મળે છે. બૌદ્ધપંથના પ્રાચીનકાળમાં એ પંથની અને ખ્રિસ્તીધર્મની વચ્ચે બીજી પણ અનેક બાબતોનું મળતાપણું હતું. ભૂલની કબૂલત: ઉપવાસ; ભિક્ષુઓનું બ્રહ્મચર્ય; અને માળા : એ ઉક્ત બાબતો હતી. ઇવીસનની શરૂઆત થઇ તેના પહેલાથી જ એ બાબતો માન્ય રખાતી આવી હતી તેથી એવું જ અનુમાન થઈ શકે છે કે, તે બાબતોનું અનુકરણ થયું હોય તો તેવું અનુકરણ કરનારા તો ખ્રિસ્તીઓ જ છે. આપણા સમાન મનુષ્યત્વને ઉદ્દેશીને આવા મળતાપણાને ખુલાસે આપી શકાતું હોય તે મળતા દાખલા રજૂ કરે. એવું મળતાપણું અકસ્માત થએલું માનવામાં આવતું હોય તે અકસ્માત બનતા બનાના પ્રકરણમાંથી એવા બીજ દાખલા ટાંકી બતાવો. મૅક્સ મ્યુલર સાહેબનું પિતાનું માનવું તો એવું હતું કે, એ મળતાપણું પુષ્કળ તેમ જ મિશ્રિત હોવાથી તેને અકસ્માત બની આવેલું ગણી શકાય તેમ નથી. આ બાબતોનું જ્ઞાન કેવી રીતે ફેલાયું હતું? એ સવાલ પૂછી શકાય. અલબત્ત,
૧ “જર્નલ ઓફ મહાબેરિસોસાયટી, ૫, ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com