________________
પણ બૌદ્ધપથને ફેલા સફળ રીતે કરવામાં આવ્યા હતા, એવું અશકે જે કહ્યું છે તે તો માત્ર તેનું મિથ્યાભિમાન અને તેના પિતાના ગર્વનું પરિણામ છેએમ પણ એ વિદ્વાન આપણને કહે છે. તે પિતે એમ માને છે કે, સિંહલદ્વીપના ઇતિહાસસંગ્રહમાં તે પોતે જે અડગ વિશ્વાસ રાખે છે તેને સિંહલદ્વીપના ભિક્ષુઓએ આપણું જાણુને માટે નોંધી રાખીને જાળવી રાખેલા ઈતિહાસના આધારભૂત ટુકડાઓથી ટેકે મળે છે. ખાસ કરીને ઉક્ત દૂતસંઘને લગતી જે પ્રાચીન પરંપરા તેમણે સંઘરી રાખેલી છે તેને ઉપરનું કથન કેવી રીતે લાગુ પડે છે, એ બતાવવાનો પ્રયત્ન અધ્યાપક હાઈસ ડેવિઝ સાહેબે કરેલ છે. તે કહે છે કે, હિમાલયના પ્રદેશમાં બૌદ્ધપંથને ઉપદેશ કરવાને મોકલવામાં આવેલા તે પૈકીના ત્રણ કે તે “મઝિમ તથા કસ્સ–ગોત” અને “દુંદુભિસ્મર’ હતા. ઈતિહાસસંગ્રહના લેખકે એ પોતાના મનના ઘોડા દોડાવીને આ વિગતે ઊપજાવી કાઢી હશે, એમ કાણુ ન ધારે? પરંતુ સાંચી ગામના પાડેસમાં ખોદકામ કરતાં જૂના કાળના અવશેષરૂપ જે પેટીઓ કનિંગહામ સાહેબને મળી આવેલી તે પેટીઓના ઉપર કોતરવામાં આવેલાં નામમાં ઉક્ત નામો પણ જોવામાં આવ્યાં છે, એ જ એમ બતાવી આપે છે કે, હિમાલયના પ્રદેશમાં ધર્મોપદેશ કરવાને મોકલવામાં આવેલા દૂતસંધની સાથે કસ્સપગારને અને દુંદુભિમ્મરને સંબંધ હતો. પાલિભાષાના એ અભ્યાસીના મતે આ હકીકતથી એમ જ ચોખેચોખું સાબીત થાય છે કે, બૌદ્ધપંથના પ્રચારના સંબંધમાં અશોકના સમયમાં જે કાંઈ બનેલું તેને સિંહલદ્વીપના ભિક્ષુઓએ અખંડિત પરંપરા જાળવી રાખીને બરાબર નોંધી રાખેલું છે. હવે આમ વિચારે. “દીપવંશ ”માં જે પાંચ નામે આપેલાં છે તે પાંચ નામમાં
મઝિમ નું નામ છે; પણ “મહાવંશ”માં એમ કહ્યું છે કે, ઉપર્યુક્ત દૂતસંઘની સરદારી મઝિમે લીધી હતી. સાંચીમાંથી મળી
આવેલી જૂની પેટીઓના ઉપર કોતરવામાં આવેલા લેખમાં મનિઝમનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com