________________
૧૪૨ રાજ્યના નામને નિર્દેશ પણ તેણે કરેલ છે. એ રીતે જોતાં, કેટલા બહોળા વિસ્તારમાં અશકના ધર્મને ફેલ થએલ, એ આપણું ખ્યાલમાં આવી રોકે છે. આખા હિંદુસ્તાનમાં તેમ જ સિંહલદ્વીપમાં અશોકના ધર્મને કેવા થઈ ગયા હતા એટલું જ નહિ, પરંતુ યવન–રાજાઓના તાબાના સીરિયામાં તથા મીસરમાં તેમ જ મેસીડેનિયામાં તથા એપિરસમાં અને સીરીનમાં પણ અશકને ધર્મ ફેલાયો હતો. પરંતુ એટલાથી જ બસ ન હતું. એ જ લેખમાં અશોક એમ પણ કહે છે કે, “જ્યાં દેને લાડકાના દરે જતા નથી ત્યાં પણ તેઓ દેવાને લાડકાએ ધર્મને અનુસરીને કરેલાં વિધાનને અને ધર્મોપદેશને સાંભળીને ધર્મ પાળે છે અને પાળશે.” ચીનમાં અને બ્રહ્મદેશમાં ધર્મપ્રચારને લગતું કામ અશે કે કરેલું તેને ઉદ્દેશીને આવું લખાણ થયું હોય, એ બનવાજોગ છે.
અશોકે ઘડેલા સુંદર કાર્યક્રમને અને તેને અમલમાં મુકવાને જે પદ્ધતિસર પ્રયત્નો તેણે કરેલા તે પ્રયત્નને વિચાર આપણે કરીએ ત, ધર્મોપદેશક તરીકેની તેની પ્રવૃત્તિને જે અહેવાલ તેના તેરમા મુખ્ય શિલાલેખમાં આપવામાં આવેલ છે તે અહેવાલને એક જ અવિશ્વસનીય તે આપણે ન જ ગણી શકીએ. પરંતુ કેટલાક વિદ્વાનોએ એ અહેવાલના સંબંધમાં શંકા ઊડાવેલી છે. તેઓ એમ માને છે કે, અશોકના સમયમાં હિંદુસ્તાનની બહાર બૌદ્ધપંથને ફેલાવો થએલે નહિ. એવા વિદ્વાનોમાં અધ્યાપક ટી. ડબલ્યુ. હાઈસ ડવિઝ અગ્રસ્થાન ભોગવે છે. ઉક્ત લેખમાં અશે કે ધર્મપ્રચારને લગતે જે અહેવાલ આપે છે તેના સંબંધમાં પાલિભાષાના એ અભ્યાસી કહે છે કે, “એમાં રાજાના મિથ્યાભિમાનનો કેટલે અ છે, એ કહેવું અઘરું છે. પોતાના કથનને પુષ્ટિ અને વજન આપવાના હેતુથી ગ્રીસના રાજાઓનાં નામ એમાં ઘુસાડી દેવામાં આવ્યાં હેય, એ બનવાજોગ છે. ત્યાં કોઈ પણ દૂતને મોકલવામાં આવ્યા જ ન હોય, એ પણ સંભવિત છે. તેને મોકલવામાં આવ્યા હોય તે પણ, ગ્રીસના આત્મસંતોષને તે કારણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com