________________
૧૪૧
સ્તંભલેખમાં જોવામાં આવતું નથી. પિતાના એ શિલાલેખમાં અશેક કહે છે કે, તેણે બે જાતની ચિકિત્સા (દરદીને સારા કરવાની
વ્યવસ્થા) યોજી હતી –(૧) મનુષ્પચિત્સિા અને (૨) પશુચિકિત્સા. પિતાના હેતુને બર લાવવાને માટે તેણે જે વ્યવસ્થા કરેલી તેનું વર્ણન આમ તેણે પિતે કરેલું છે મનુષ્યોના ઉપયોગની અને પશુઓના ઉપયોગની ઔષધિઓ જ્યાં જ્યાં જોવામાં આવી નથી ત્યાં ત્યાં તે અણાવીને રોપાવવામાં આવેલી છે. મૂળ અને ફળ જ્યાં જ્યાં જોવામાં આવ્યાં નથી ત્યાંત્યાં તે અણાવીને રોપાવવામાં આવેલાં છે.” અશોકે માત્ર પોતાના જ રાજ્યમાં આવું કામ કરેલું, એવું. કાંઈ ન હતું. તેના તેરમા મુખ્ય શિલાલેખમાં જણાવેલા પાડેસી રાજાઓનાં (જે રાજાઓની ઓળખાણ અગાઉ આપણે કરી ગયા છીએ તે રાજાઓનાં) રાજ્યમાં પણ તેણે આવું કામ કરેલું. એ જોઇને તેનાં વખાણ મુક્તક આપણે કરવાં પડે છે.
ધર્મોપદેશક તરીકેની અશોની પ્રવૃત્તિનું પરિણામ છેવટે શું આવ્યું ? પિતાના વિસ્તૃત સામ્રાજ્યની હદની અંદર પિતાના ધર્મને ફેલાવો તે કરી શકે એટલું જ નહિ, પણ પિતાના પાડોસમાં આવેલા સ્વતંત્ર રાજાઓનાં રાજ્યમાં પણ તે પોતાના ધર્મને ફેલાવી દઈ શકો. પિતાના તેરમા મુખ્ય શિલાલેખમાં પિતાના પુત્રોને
અને પૌત્રને ઉદ્દેશીને અશક કહે છે કે, “પરંતુ આ ધમે વિજયને દેને લાડકાએ મુખ્યમાં મુખ્ય વિજય ગણેલ છે; અને તે પણ દેવોને લાડકાએ અહીં અને સરહદના મુલકમાં છસો બેજન દર” મેળવ્યો છે. એ રીતે અશક આપણને સ્પષ્ટપણે કહી બતાવે છે કે, પિતાના ' રાજ્યમાં તેમ જ પાડેસનાં રાજ્યોમાં તેણે ધર્મવિજય મેળવ્યા હતા. પિતાના રાજ્યની અંદર આવી રહેલાં જે અનેક સરહદી રાજ્યમાં તે પિતાનું ધર્મોપદેશકાર્ય ચલાવતો હતો તે રાજ્યોનાં નામનો નિર્દેશ તેણે કરેલ છે. વળી, આપણા દેશના છેક દક્ષિણ ભાગમાં
આવી રહેલાં સ્વતંત્ર રાજ્ય તેમ જ પાંચ વન-રાજાઓનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com