________________
૧૩૮
અવધ્ય ગણ્યાં છે. આપણે ટૂંકામાં કહીએ તો, અવિચારીપણે થતી જીવહિંસા તેણે બંધ કરી છે એટલું જ નહિ, પણ જે ચૂલામાં છવાત હોય તે ચૂલાને બાળવાની પણ બંધી તેણે કરેલી છે. ખાવામાં વપરાતાં તેમ જ ઘરકામમાં કે એવાં જ બીજાં કામમાં ઉપયોગમાં લેવાતાં પ્રાણીઓની બાબતમાં તેણે એવું ઠરાવ્યું છે કે, તેમને વધ પણ કરવો નહિ; અને (પિતાના લેખમાં જણાવેલા) અમુક અમુક શુભ દિવસે લક્ષણ (ચિહ્ન) પાડીને કે ઈ દ્રયલેપ કરીને તેમને ઈજા પણ કરવી નહિ. પ્રથમ દર્શને તો આપણને એમ જ લાગે છે કે, આવી જાતનાં બંધનો તો અશોકના ફળદ્રપભેજામાંથી જ ઉદ્દભવ્યાં હોવાં જોઈએ. પરંતુ જરા તપાસ કરતાં એમ જણાય છે કે, કૌટિલ્યકૃત “અર્થશાસ્ત્રમાં આવી જ જાતનાં બંધનોની ભલામણ કરવામાં આવેલી છે. એ ગ્રંથના તેંતાળીસમાં પ્રકરણમાં એમ કહ્યું છે કે, સર્વ વિહાર–પક્ષીઓની તેમ જ શુભ પશુઓની અને પક્ષાઓની હિંસા અથવા સતાવણી થતી અટકાવવી. એ ગ્રંથમાં બાગનાં પક્ષીઓની જે યાદી આપવામાં આવેલી છે તે યાદીમાં અશકે અવષ્ય ગણેલાં નિદાન ચાર પક્ષીઓનાં નામ તે જોવામાં આવે છે. વળી, એ જ ગ્રંથના એકસોબોતેરમા પ્રકરણમાં એમ કહ્યું છે કે, અમુક અમુક શુભ દિવસોએ પ્રાણીઓને વધ ન કરો અને તેમની ઇન્દ્રિયને ઈજા ન કરવી તેમ જ ગર્ભને નાશ ન કરવોઃ એવી મતલબનો હુકમ રાજાએ કાઢવો જોઈએ. અશોકે પિતાના ઉક્ત લેખમાં જે શુભ દિવસો ગણાવ્યા છે તે શુભ દિવસેને કૌટિલ્યકૃત “અર્થશાસ્ત્ર”માં ગણવાએલા શુભ દિવસે લગભગ મળતા આવે છે. આથી કરીને આપણે એમ કહી શકીએ છીએ કે, ઉક્ત પ્રકારનાં બંધને અશે કે પોતે જ ઊપજાવી કાઢેલાં નહિ, પણ “અર્થશાસ્ત્ર” માં ગણાવવામાં આવેલાં બંધને જ અમલ તેણે કરેલ. એ બંધનને અમલ સંપૂર્ણ રીતે થાય તેમ
૧. કૌટિલ્યકૃત “ અર્થશાસ્ત્ર” પૂ. ૧૨૨. ૨. કૌટિલ્યકૃત “ અર્થશાસ્ત્ર પૃ. ૪૦૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com