________________
૧૭૮
કરવામાં તેણે કાંઇ બાકી રાખી નહિ જ હોય. પરંતુ તેણે ગમે તેવી મહેનત કરી હશે તો પણ તેનું કાંઈ ખાસ પરિણામ આવ્યું નહિ હાય, એમ લાગે છે. પિતાના સાતમા મુખ્ય સ્તંભલેખમાં અમે એ વાત કબૂલ કરી છે. આવી જાતનાં બંધને નાખીને અને અમુક પ્રાણીઓને અવધ્ય ગણીને તે કાંઈ ખાસ ફાયદાકારક પરિણામ ઊપજાવી શક્યો ન હતો, એમ તે પોતે જ કહે છે. પરંતુ નિતિથી (એટલે કે હિંસાની સર્વસાધારણું બંધથી) તે પિતાને હેતુ સાધી શક્યો હતો, એમ તે કહે છે. આ હેતુ ધ્યાનમાં રાખીને તેણે પિતાના ધર્મોપદેશક અમલદારને એવો હુકમ કર્યો હતો કે, લેકેને ધર્મને ઉપદેશ કરતી વેળાએ તેમના મગજમાં “અનામો માળા'(પ્રાણના અવધ)નું અને “વિશ્વના અજા'(ભૂતોની અહિસા)નું મહત્વ તેમણે ખૂબ ઠસાવવું એ રીતે અશકે એક પગલું આગળ ભર્યું છે, કારણ કે, જીવને થતી ઈજાને અને જીવના વધને માત્ર કમી કરવાની જ ઈચ્છા તે રાખ નથી, પણ પિતાથી બની શકે તે તેમ થતું તદ્દન અટકાવી દેવાની જ ઈચ્છા તે રાખે છે. આ બાબતમાં તે પોતે જ દાખલે બેસાડીને લોકોને પિતાનો હેતુ બરાબર સમજાવી દે છે, પિતાની પહેલાં થઈ ગએલા રાજાઓને અનુસરીને લોકપ્રિય થવાના હેતુથી તે પોતે જે વર્તન રાખતો હતો તે વર્તનનું વર્ણન પોતાના પહેલા મુખ્ય શિલાલેખમાં અશેકે કરેલું છે. એમાંથી આપણે એમ જાણી શકીએ છીએ કે, સમાજે ભરવાનો રિવાજ તેણે રાખ્યો હતો. કેટલાક સમાજમાં લેકેને દેખાથી અને સંગીતથી તથા નૃત્યથી ખુશી કરવામાં આવતા હતા, અને કેટલાક સમાજમાં લેકને માંસને અને મને ઉપભોગ કરાવવામાં આવતા હતા. બીજા પ્રકારના સમાજમાં જમણું લેવાને ભેગા થએલા લેને માંસ પીરસાતું હોવાથી અનેક પ્રાણીઓને વધ કરવામાં આવતો હોવો જોઈએ. વળી, સૃજનજૂના રિવાજને
અનુસરીને અશોક પિતાના મહેલમાં દરરોજ માંસનું દાન ગરીબ લોકોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com