________________
૧૩૪
એટલાથી જ અશોક અટકો નથી. પોતે જે પરોપકારનાં કામે કરી રહ્યો હતો તે પોપકારનાં કામમાં તેના પિતાના રાજકુટુંબનાં માણસો પણ જોડાય અને અંતઃકરણપૂર્વક સહકાર્ય કરે, એમ પણ તે ઇરછતો હતો. આથી કરીને તેણે પિતાના ધર્મમહામાત્રોને એવી સૂચના કરી હતી કે, તેમણે રાજકુટુંબનાં સ્ત્રીપુરુષોને મળવું અને દાનને માટે નાણું આપવાનું તેમને કહેવું. “આ (એટલે કે, ધર્મમહામાત્ર) અને બીજા ઘણું મુખ્ય અધિકારીઓ મારાં અને
બાજ શુ દેવીઓનાં દાનની વહેચણીનું કામ કરે છે, અને અહીંના (એટલે કે, પાટલિપુત્રમાંના) તેમ જ પ્રાંતમાંના મારા બધા ઝનાનામાં તેઓ અનેક રીતના વિવિધ સંતોષકારક પ્રયત્નો પ્રતિપાદિત કરે છે. વળી, મેં એવી વ્યવસ્થા કરી છે કે, ધર્મનો વિકાસ કરવાને અને ધર્મને અનુસરાવવાને માટે મારા પુત્રોનાં અને બીજા દેવકુમારનાં દાનની વહેંચણી કરવાનું કામ પણ તેઓ કરશે.” આના આધારે એટલું તે જણાઈ આવશે કે, અશોક પિોતે જાતે જે પરોપકારનાં કામો કરતો હતો તે પરોપકારનાં કામોથી જ સંતોષ માનીને તે બેસી રહેતો ન હતો, પણ તેનાં પિતાનાં પાસેનાં સગાં પણ તેના પિતાના પગલે પગલે ચાલે તેમ કરવાની બાબતમાં પોતાના ધર્મમહામાત્રાની અને બીજા અધિકારીઓની મારફતે તે પિતાથી બનતે પ્રયત્ન કરતો હતો. જે “બીજ મુખ્ય અધિકારીઓને ઉલ્લેખ અને પિતાના ઉક્ત લેખમાં કરેલું છે તે અધિકારીઓ આપણું જાણવામાં નથી. પરંતુ એટલું તો ચોક્કસ છે કે, અશોકનાં પિતાનાં સગાંની કનેથી તેમ જ બીજા લોકોની કનેથી દાનનાં નાણાં કઢાવવાનું કામ ધર્મમહામાત્રોને સોંપવામાં આવ્યું હતું. રાજકુટુંબનાં સ્ત્રીપુરુષોને લગતી ધર્મમહામાત્રોની જે ફરજે સાતમા મુખ્ય સ્તંભલેખમાં ઉલ્લેખાએલી છે તે જ પાંચમા મુખ્ય શિલાલેખમાં ફરીથી જણાવવામાં આવેલી છે; અને વધારામાં એમ પણ એમાં કહેવામાં આવ્યું છે કે, “ધર્મને અનુસરતો હોય કે ધર્મનું ધામ હોય કે દાન કરનાર હોય ” એવા દરેક જણની સાથે ધર્મમહામાત્રોએ સંબંધ રાખવાનો હતો. સર્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com