________________
૧૩૩
ધર્મમહામાત્રની ઉક્ત નવીન ફરજને ખ્યાલ આપણને આવી શકે નહિ.
અશેકની ધર્મલિપિઓન અઠંગ અભ્યાસી એટલું તો જાણે છે કે, પોતે કરેલાં પરોપકારનાં કામે ગણાવવાનો શોખ અશોકને બહુ હતું. પરંતુ એ રીતે આત્મપ્રશંસા કરવાને કે પોતાના કામની જાહેરાત કરવાનો આશય તેનો ન હતો. તેના સાતમા મુખ્ય સ્તંભલેખમાને નીચેને ફકરે આ વાત સ્પષ્ટ કરે છે –
“રસ્તામાં મેં વડનાં ઝાડ રોપાવેલાં છે. તેઓ મનુષ્યોને અને પશુઓને છાંયડો આપશે. મેં આંબાવાડીઓ પાવેલી છે. મેં દર આઠ કેસે કૂવા ખોદાવેલા છે, અને મેં આરામગૃહે બંધાવેલાં છે. મનુષ્યોના અને પશુઓના ઉપભોગને માટે મેં વિવિધ સ્થળે ઘણું થાણું બંધાવેલાં છે. પરંતુ આ પ્રતિભેગ(ની વ્યવસ્થા) ખરેખર નવી છે; કારણ કે, મારી પહેલાં થઈ ગએલા રાજાઓએ પણ આવાં અનેક સુખસાધનાથી લોકોને સુખી કર્યા છે. પણ મેં એવા હેતુથી આમ કર્યું છે કે, લેક ધર્માચરણ કરે.”
એ રીતે અશોક પિતે ખરા દિલથી કબૂલ કરે છે કે, પશુઓને માટે તેમ જ મનુષ્યોને માટે તેણે પોતે જે વિવિધ સુખસાધને યોજેલાં તે સુખસાધને યોજનાર માત્ર તે પોતે જ ન હતો. તેની પહેલાં થઈ ગએલા રાજાઓએ પણ પિતાની એ ફરજ અદા કરી હતી, એમ તે પોતે જ કબૂલે છે. અહીં કોઈ પૂછશે કે, આમ હતું તે પછી પિતાનાં પરોપકારવિષયક કામોનો ઢઢેરો પીટવાની અશોકને શી જરૂર હતી ? એ સવાલનો જવાબ અશોક પિોતે જ આપે છે. બીજા લોકો તેના પિતાના દાખલાને અનુસરીને વર્તે, એવા હેતુથી તેણે તે પ્રમાણે કર્યું હતું. અશોકનો આ જ આશય હશે, એમાં કોઈ શંકા નથી; કારણ કે, તુરત જ પિતાના ઉક્ત લેખમાં તે પિતે ફરીથી કહે છે કે, “મેં જે કાંઈ સાધુકર્મો કર્યા છે તેમને લોકો અનુસર્યા છે, અને તેઓ (ભવિષ્યમાં) તેમ કરશે.” પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com