________________
૧૩ર
છે તેમ, ધર્મને પ્રચાર કરવાના કામે તેણે પાતે યોજેલા ઉપાયો પૈકીના બીજા ઉપાય તરીકે ધર્મશ્રાવણોને પણ ગણાવી શકાય.
ધર્મપ્રચારના કામે અશકે યોજેલા ઉપાયે પૈકી ત્રીજા ઉપાયનું નામ “ધર્મમહામાની લેજના છે. આપણે પ્રથમ વાંચી ગયા છીએ કે, પ્રજાના આધિભૌતિક તેમ જ ભૌતિક હિતની સિદ્ધિનું કામ ઉક્ત અમલદારોને સોંપવામાં આવેલું હતું. પ્રજાનું ભૌતિક સુખ કેવી રીતે તેઓ સાધતા, એ બીજા પ્રકરણમાં આપણે કહી ગયા છીએ. ધર્મવૃદ્ધિના કામે અશાક તેમને ઉપયોગ કેવી રીતે. કરતો, એ અહીં આપણે જોવાનું છે. ગયા પ્રકરણમાં આપણે કહી ગયા છીએ કે, અશોકના વખતમાં વિવિધ પાખંડની વચ્ચે કાંઈ ખાસ સમભાવ કે બનાવ ન હતું. ધર્મનાં આવશ્યક તને લગતો સર્વ પાષાનો ઉપદેશ લગભગ મળતો આવતો હતો; પણ ધર્મ અને લગતી બાબતોમાં તેમની વચ્ચે બહુ મતભેદ જોવામાં આવતા હત. ધર્મના સાર રૂપ સર્વસાધારણ તને લેકે ગણકારતા ન હતા. ધર્મનાં આવશ્યક ત રૂપ અસંબદ્ધ બાબતોના સંબંધમાં તેમની વચ્ચે બેબનાવ થતો. આવું હવાથી ધર્મનાં આવશ્યક તેની પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવાની તેમ જ કડવાશ અને લડવાડ નષ્ટ કરવાની ખાસ જરૂર ઉપસ્થિત થઈ હતી. આ કામ પોતાના ધર્મમહામાત્રને અશકે સેપ્યું હતું. તેના પિતાના સમસ્ત રાજ્યમાં વસતા બધા પાખંડના લેકનીખાસ કરીને, બ્રહલાની તથા આછવાની અને નિર્ચાની–વચમાં રહીને ધર્મ મહામાત્રો પિતાનું ઉક્ત કામ કરતા હતા. એમ થવાથી દરેક પાઉંડની વૃદ્ધિ થશે અને ધર્મનું વધારે ઉદ્દીપન પણ થશે, એવી આશા અશોકને રહેતી હતી. ધર્મપ્રચારના સંબંધમાં ખાસ મહત્ત્વની ઉક્ત ફરજ અદા કરવાનું કામ ધર્મમહામાત્રાને સોંપાયું હતું. વળી, તેઓને બીજી પણ એક ફરજની સોંપણી થએલી હતી. દાખલા તરીકે, દાનની વ્યવસ્થા કરવાની ફરજ પણ તેમના માથે નાખવામાં આવતી હતી. પરંતુ ધર્મવિકાસના આશયથી અશાકે યોજેલા ઉપાય પૈકીના ચોથા ઉપાયની નોંધ આપણે ન લઈ લઈએ ત્યાં સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com