________________
૧૩૦
લગતો હુકમ સેંકડો અને હજારે મનુષ્યના ઉરિ તરીકે નીમાએલા વ્યષ્ટોને અને રજજુકોને પણ કરવામાં આવેલ હતો. પિતાના ત્રીજા મુખ્ય શિલાલેખમાં આના કરતાં કાંઈક વધારે વિગતવાર માહિતી તેણે આપણને આપેલી છે. તે કહે છે કે, લેકેને ધર્મનો ઉપદેશ કરવાના હેતુથી તથા પિતાની દૈનિક ફરજેને અદા કરવાના હેતુથી દર પાંચ વર્ષે ફેરણીની યાત્રાએ નીકળી પડવાને લગતે હુકમ પોતાના રજજુને તેમ જ પ્રાદેશિકાને અને યુક્તોને પિતાના રાજકાળના બારમા વર્ષમાં તેણે કર્યો હતો. કયા કયા પ્રકારને ધર્મોપદેશ લેકેના મગજમાં તેઓ ઠસાવતા હશે? અશકે પિતાના ધર્મમાં જે નીતિકર્મોનો સમાવેશ કરેલો તે નીતિકર્મોને જ ઉપદેશ એ અમલદારો, પ્રજાને કરતા હશે. આપણે અગાઉ વાંચી ગયા છીએ તેમ, રજજુકે તથા પ્રાદેશિકે તેમ જ યુક્તો ઊંચી પદવી ભોગવતા વહીવટદાર હતા, અને મહાલોમાં ફરતા રહીને પોતપોતાની ફરજો બજાવવાનું કામ તેમને સોંપાએલું હતું. અમુક અમુક મુદતે કરવામાં આવતી ફેરણીના સમયે તેઓ પોત પોતાનું દૈનિક કામકાજ સંભાળતા એટલું જ નહિ, પણ અશોકના હુક્સને અનુસરીને અશોકની પિતાની માફક ધર્મોપદેશક તરીકેનું કામ પણ તેઓ કરતા, અને પ્રાંતમાં વસતા લોકોને ધર્મનો ઉપદેશ તેઓ કરતા. એ રીતે જોતાં, ઉપલી પાયરીના અશોકના વહીવટદારે અમલદાર હતા તેમ ઉપદેશકો પણ હતા. ધર્મપ્રચાર લગતી નવીન જ પદ્ધતિ અશોકના ફળ ૫ ભેજામાંથી ઉભી હતી, એમાં તો કાંઈ પણ શંકા નથી. આ વિચાર અશોકના પિતાનો જ હતો. તેની પહેલાં થઈ ગએલા કઈ પણ રાજાએ એને અમલ કર્યો હોય, એવું જાણવામાં નથી. માત્ર પાછળથે આ જ દેશમાં ફિરંગીઓનું રાજ્ય થયું તે સમયે મેટામાં મેટા આ ૬૬ - ઉપદેશક તરીકેનું કામ તેમ જ રાજ્યકારભારને લગતે હૈ. મકાજ કરતા હતા, એમ જણાય છે.
૧. જે. એમ. મફેઇલકત અશક', પૃ. ૪૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com